Connect Gujarat
ગુજરાત

સુરત : રાજ્યભરમાં સંગઠનને વધુ મજબૂત કરવાનો પ્રયાસ, આવતીકાલે ભાજપ પ્રદેશની કારોબારી બેઠક યોજાશે

સુરત શહેરમાં પ્રથમ વખત ભાજપ પ્રદેશ કાર્યકારિણીની આવતીકાલે બેઠક મળવા જઇ રહી છે, ત્યારે ભાજપના તમામ સંગઠનના હોદ્દેદારો આવતીકાલથી સુરતમાં મળનારી કાર્યકારી બેઠકમાં હાજર રહેશે

સુરત : રાજ્યભરમાં સંગઠનને વધુ મજબૂત કરવાનો પ્રયાસ, આવતીકાલે ભાજપ પ્રદેશની કારોબારી બેઠક યોજાશે
X

સુરત શહેરમાં પ્રથમ વખત ભાજપ પ્રદેશ કાર્યકારિણીની આવતીકાલે બેઠક મળવા જઇ રહી છે, ત્યારે ભાજપના તમામ સંગઠનના હોદ્દેદારો આવતીકાલથી સુરતમાં મળનારી કાર્યકારી બેઠકમાં હાજર રહેશે. આ સાથે જ સુરતથી સમગ્ર રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને જીતવાને લઈને રણનીતિ પણ નક્કી કરવામાં આવશે.

આવતીકાલે સુરતમાં ભાજપ પ્રદેશની કારોબારી બેઠક યોજાવા જઈ રહી છે. જેને લઇ સુરત ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદને સંબોધતા પ્રદેશ મહામંત્રી અને સુરતના પ્રભાર પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ગુજરાત ભાજપ પ્રદેશની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગુજરાત ભાજપ પૂર્વ પ્રભારી, પૂર્વ રાષ્ટ્રીય મહામંત્રી, કેન્દ્રીય કેબિનેટ મંત્રી ભૂપેન્દ્ર યાદવ વિશેષ ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે. સાથે જ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા, કેન્દ્રીય મંત્રી પરષોતમ રૂપાલા સહિત રાજ્યસભાના સાંસદો, ગુજરાત રાજ્યના તમામ કેબિનેટ મંત્રીઓ તેમજ ધારાસભ્ય સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેનાર છે.

ઉપરાંત તા. 10મી જુલાઇના રોજ આ બેઠકમાંથી 325 કાર્યકર્તાઓ છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી, સુરત અને નવસારીના આદિવાસી વિસ્તારોમાં જઈને 24 કલાક માટે કામ કરવા જવાના છે, જ્યાં તેઓ વનબંધુઓને મળશે અને આદિવાસી વિસ્તારોની અંદર આદિવાસી ગૌર અભિયાન વિષયને લઈને 13 તારીખ સુધી સમગ્ર ગુજરાતમાં 15 જિલ્લાઓની આદિવાસી વસ્તીઓની મુલાકાત લેવા જય રહ્યા છે. તાત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વનબંધુ યોજના બનાવી, જેનો લાભ સૌને મળે તેવા પણ પ્રયાસ કર્યા છે, ત્યારે આદિવાસી સમાજના 5 ધારાસભ્યને રાજ્ય સરકારમાં સ્થાન મળ્યું છે. તેવામાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પણ આગામી તા. 13 જૂલાઇએ ગુજરાત આવી 15 જિલ્લામાં પ્રવાસ કરશે. સાથે જ ભાજપ તા. 10 જુલાઈથી ગૌરવ અભિયાન પણ શરૂ કરવા જઈ રહ્યું છે.

Next Story