Connect Gujarat
ગુજરાત

સુરત : પત્રકારમાંથી નેતા બનેલા ઈશુ દાન ગઢવી સુરતની મુલાકાતે, તક્ષશિલા અગ્નિકાંડના મૃતકોને આપી શ્રદ્ધાંજલિ

ગુજરાતની ખાનગી ન્યુઝ ચેનલના વરિષ્ઠ પત્રકાર ઈશુદાન ગઢવી પત્રકારિતા છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ સૌ પ્રથમ રાજકારણની સુરતથી શરૂઆ કરી છે.

X

ગુજરાતની ખાનગી ન્યુઝ ચેનલના વરિષ્ઠ પત્રકાર ઈશુદાન ગઢવી પત્રકારિતા છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ સૌ પ્રથમ રાજકારણની સુરતથી શરૂઆત કરી છે. ઇસુદાન સુરતની મુલાકાતે પહોંચ્યા હતા.જ્યા તેમને કાર્યકર્તા અને લોકોનો ખુબજ સારો પ્રતિસાદ મળ્યો હતો.

ગુજરાતના વરિષ્ઠ પત્રકાર ઈશુદાન ગઢવી પત્રકારિતા ને અલવિદા કહી રાજકારણમાં જોડાઈ ચુક્યા છે .ઈશુદાન ગઢવી આપ પાર્ટીના રાષ્ટ્રિય સંયોજક અરવિંદ કેજરીવાલની હાજરીમાં આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા. ઇસુદાન આપમાં જોડાયા બાદ તેમણે પોતાના રાજકારણની શરૂઆત સુરતથી કરી છે.બુધવારે તેઓ સમગ્ર દિવસ દરમિયાન સુરતની મુલાકાતે રહ્યા હતા. ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટીના કાર્યકરોની સાથે સૌ પ્રથમ સુરત વરાછા ખાતે આવેલ તક્ષશીલા અગ્નિકાંડમાં મૃત્યુ પામેલ 22 બાળકોને શ્રદ્ધાંજલિ પાઠવવા પહોંચ્યા હતા. ત્યારબાદ અનેક વિસ્તારોમાં તેમનું સ્વાગત સત્કાર સમારોહ યોજાયો હતો. સુરતમાં આપના કાર્યાલય ખાતે કાર્યકર્તાઓને જુસ્સો વધે તે માટે મીટીંગ પણ યોજી હતી. ઈશુદાન ગઢવી સુરતના પ્રવાસે આવતા મોટી સંખ્યામાં આપના કાર્યકરો તેમને મળવા ઉમટી પડ્યા હતા અને ખૂબ જ બહોળો પ્રતિસાદ ઇસુદાનને સુરતમાં મળ્યો હતો. ત્યાર બાદ સુરતમાં કોર્પોરેશનના ઇલેક્શનમાં જીત મેળવનાર આપના 27 કોર્પોરેટરો સાથે સુરત સર્કિટ હાઉસ ખાતે મીટીંગ યોજી હતી.તેઓને પ્રજાલક્ષી કાર્યો કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી હતી. ત્યારબાદ સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. જ્યાં અનેક મુદ્દાઓને લઈને ઈશુદાન ગઢવીએ મીડિયા સમક્ષ વાત કરી હતી. ગુજરાતી જનતાને શુદ્ધ રાજનીતિ મળી રહેશે અને રાજકારણમાં વધી રહેલી ગંદકી દૂર કરવા માટે કાર્ય કરશે તેવું જણાવ્યું હતું.ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચારોને ઉજાગર કરવામાં આવશે અને જે રીતે તેઓ પત્રકાર બની સેવા ન કરી શક્યા તે સેવા આમ આદમી પાર્ટીમાં જોડાઇને ગુજરાતની જનતાની કરવામાં આવશે તેવી વાતો કહી હતી.

Next Story