પ્રદેશ અધ્યક્ષ સુરત નવસારીના સાંસદ સી.આર.પાટીલનો આજે 63મો જન્મ દિવસની ઉજવણી ભાજપ કાર્યકરો સહિત વિવિધ સામાજિક સંગઠનો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આજરોજ સુરત ભાજપ કાર્યાલય ખાતે ભાજપના કાર્યકરો દ્વારા કુપોષણને નાબુદ કરવા બાળકોને ગોદ લેવામાં આવ્યા હતા.
ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને સુરત નવસારીના સાંસદ સી.આર.પાટીલનો આજે 63મો જન્મદિવસ છે. સુરત શહેરમાં સવારથી જ વિવિધ સંગઠનો અને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા લોકસેવાના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ભાજપ પ્રદેશ અધ્યક્ષના જન્મ દિવસના અવસર પર ગુજરાતના વિવિધ જિલ્લાઓના આગેવાનો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જન્મદિવસની ઉજવણી કરી અને કાર્યકર્તાઓ દ્વારા પ્રદેશપ્રમુખ આર પાટીલના જન્મ દિવસના અવસર પર સામાજિક સેવાકીય પ્રવૃત્તિ કરી હતી. સુપોષણ અભિયાન અંતર્ગત સારી રીતે નબળા બાળકોને સુપોષિત કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેનો શુભારંભ પ્રદેશ અધ્યક્ષ સી આર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં આ અભિયાન ચલાવવામાં આવશે અભિયાન શરૂ થયા બાદ યુવા મોરચા મહિલા મોરચા તેમજ ડોકટર સેલ આગળની જવાબદારી સંભાળશે.