Connect Gujarat
ગુજરાત

સુરત : વિશ્વ ગ્રાહક સુરક્ષા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરાય, ગ્રાહકોને અપાયું યોગ્ય માર્ગદર્શન

સુરત : વિશ્વ ગ્રાહક સુરક્ષા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરાય, ગ્રાહકોને અપાયું યોગ્ય માર્ગદર્શન
X

તા. ૧૫મી માર્ચના રોજ ગ્રાહક સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવે છે. અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ અને કન્ઝ્યુમર્સ એફર્સ એન્ડ પ્રોટેકશન એજન્સી ઓફ ગુજરાત તથા દક્ષિણ ગુજરાત ગ્રાહક સુરક્ષા અને સંશોધન કેન્દ્ર સુરત-તાપી જિલ્લા સંયુક્ત ઉપક્રમે રાજયકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી.

ગ્રાહક એ બજારનો રાજા કહેવાય છે, ત્યારે ગ્રાહકોના અધિકારો અને જરુરીયાતો વિશે જાગ્રતિ લાવવાના વિશ્વ ગ્રાહક સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી છે. ગ્રાહકોને સમજૂતી આવે તેને લઈને તોલમાપના સાધનો મુકવામાં આવ્યા હતા. તેમજ ગ્રાહકોને કેવી રીતે છેતરવામાં આવે છે, તે માટે ગ્રાહકોમાં જાગૃતતા લાવવા હેતુસર અધિકારીઓ દ્વારા સંબોધન કરીને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

Next Story