સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપની તિરંગા યાત્રા સામે કોંગ્રેસે સવાલો ઊભા કર્યા છે સુરેનગરના ચોટીલામાં તિરંગા યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓને વીર સાવરકની કેસરી ટીશર્ટ પહેરાવતા કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા
કોંગ્રેસની ન્યાયયાત્રા મોરબી અને રાજકોટથી થઈને સુરેન્દ્રનગરના ચોટીલામાં પહોંચી છે. ન્યાયયાત્રા ચોટીલાથી ડોળિયા જવા નીકળી ત્યારે ચોટીલાથી સાત કિમી દૂર ચોટીલાના સાંગાણી ગામની પ્રાથમિક શાળામાં તિરંગા યાત્રા દરમિયાન બાળકોએ વીર સાવરકરની કેસરી ટીશર્ટ પહેરતાં કોંગ્રેસ ભડકી હતી અને ગાંધીના ગુજરાતમાં ગાંધી અને સરદારના ગુજરાતમાંથી ગાંધી અને સરદારનું નામ ભૂંસવાની સરકારી સાજીશ હોવાનો ગંભીર આક્ષેપ પણ કર્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાથી ન્યાયયાત્રા નીકળી ત્યારે કોંગ્રેસના કાર્યકરોની નજરે આ પડ્યું હતું. બાદમાં કોંગ્રેસ રાષ્ટ્રીય દળના પ્રમુખ લાલજીભાઈ દેસાઈ અને ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ સરકારને આડે હાથ લઈને કેસરી ટીશર્ટ સાથે ઊધડો લીધો હતો.આ અંગે કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે આ પ્રકારની કેસરી ટીશર્ટ એકમાત્ર ચોટીલા તાલુકામાં જ 10,000 જેટલી વહેંચાઈ હોવાની રજૂઆત અમને મળી છે. એવી જ રીતે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પણ આવી અનેક ટીશર્ટ વહેંચાઈ હોવાની પણ મળી છે.