Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર: 13 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચારનાર નરાધમને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

સુરેન્દ્રનગર:  13 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચારનાર નરાધમને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી
X

વર્ષ 2016 માં લીંબડી મસ્જિદમાં રહી ઉર્દૂ ભાષાનુ શિક્ષણ આપતા શખ્સે લીંબડીની 13 વર્ષ ચાર માસની બાળકીને હવસનો શિકાર બનાવી હતી. લીંબડી કોર્ટે તમામ પાસાંઓ તપાસી આરોપીને આજીવન સખત કેદની સજા ફટકારી છે.

લીંબડી શહેરમાં સૈયદ મહોલ્લા વિસ્તારોમાં આવેલી એક મસ્જિદમાં રહી મુસ્લિમ બાળકો ને ઉર્દૂ ભાષા નું શિક્ષણ આપતા નુરમહમ્મદ લિયાકત હુશેન સૈયદ વર્ષ 2016 માં લીંબડી શહેર ની 13 વર્ષ ચાર માસની એક કુમળી ફુલ જેવી બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. મુળ બોટાદ જિલ્લાના રાણપુર ગામનો અને લીંબડી ની એક મસ્જિદમાં રહી ઉર્દૂ ભાષા નુ શિક્ષણ આપનાર નુરમહમ્મદ સૈયદ ઉર્દૂ શિક્ષણ આપવા બહાને આજુબાજુ રહેતા ઘણાં લોકો ના ઘરે પણ જતો હતો. આ શખ્સે 13 વર્ષ ચાર માસની બાળકીને લલચાવી ફોસલાવી ભગાડી મુંબઈ લઈ ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. બાળકીના પરિવારજનો એ કરેલી ફરિયાદ આધારે લીંબડી પોલીસે આરોપીને મુંબઈ નાલાસોપારા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. લીંબડી એડિશન એન્ડ સેશન્સ કોર્ટમાં આ કેસ ચાલી જતાં કોર્ટે રેકર્ડ પરના પુરાવા તથા ફરિયાદી ના નિવેદન અને વર્તમાન પરિસ્થિતિ ના તમામ પાસાં ઓ ચકાસણી કરી આરોપી નુરમહમ્મદ સૈયદ ને પોક્સો હેઠળ આજીવન સખત કેદની સજા ફટકારી સણસણતો ચુકાદો આપ્યો હતો.

Next Story