Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : વ્યાજખોરો-ભુમાફિયાઓને કાબુમાં લેવાના પ્રયાસે "એક તક પોલીસ"ને કાર્યક્રમ યોજાયો

સુરેન્દ્રનગર : વ્યાજખોરો-ભુમાફિયાઓને કાબુમાં લેવાના પ્રયાસે એક તક પોલીસને કાર્યક્રમ યોજાયો
X

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે પોલીસ વડાની અધ્યક્ષતામાં 'એક તક પોલીસ'ને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વ્યાજખોરો અને ભુમાફિયાઓને કાબુમાં કરવા પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવશે. વ્યાજખોરી, લેન્ડગેબ્રીંગ, રેવન્યુ મેટરને લગતી કુલ 46 અરજદારોની ફરીયાદ સાંભળાવામાં આવી હતી. જેમાં સુરેન્દ્રનગરમાં 2 અને મુળીમાં 1 મળી કુલ 3 વ્યાજખોરીના તત્કાલ ગુના નોંધવામાં આવ્યા હતા.

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરો અને ભુમાફીયાઓને નેસ્તાનાબુદ કરવા એક તક પોલીસને કાર્યક્રમનું આયોજન કર્યુ હતું. એસપી કચેરીએ પોલીસ વડાની હાજરીમાં કાર્યક્રમ યોજાતા સુરેન્દ્રનગર, લીંબડી, ધ્રાંગધ્રા ડિવીઝનના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં 46 અરજદારોની ફરીયાદ સાંભળી તત્કાલ 3 ગુનાઓ નોંધી કાર્યવાહી હાથ ધરાઇ હતી. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડાએ પોલીસ તથા પ્રજા વચ્ચે સંવાદનો સેતુ નિર્માણ કરવા તથા વ્યાજખોર, ભુમાફીયાઓને નાબુદ કરવા લોક સંપર્કનું આયોજન કરાય છે.

અગાઉ લોક સંપર્કના પ્રથમ તબક્કામાં લોકોએ સારો પ્રતિસાદ મળતા ફરીવાર એક તક પોલીસને કાર્યક્રમનું આયોજન કરાયુ છે. આથી તાલીમ ભવન એસ.પી કચેરી કમ્પાઉન્ડમાં એક તક પોલીસને કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વ્યાજખોરી, માથાભારે શખ્સોએ જમીન મિલકતમાં દબાણ, પૈસાની લેતી દેતી, પારીવારીક ઝઘડા, રેવન્યુ તથા મંડળી વિરૂધ્ધની કાર્યવાહીને લગતી 46 પીડિત નાગરીકોએ અરજી કરી હતી.

સુરેન્દ્રનગર સીટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 2 ફરીયાદ અને મુળી પોલીસ સ્ટેશનમાં 1 એમ કુલ 3 વ્યાજખોરીના વિરૂધ્ધના ગુનાઓ તાત્કાલીક નોંધવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર ડિવાયએસપી એચ.પી.દોશી, ધ્રાંગધ્રા ડિવાયએસપી આર.બી.દેવધા, લીંબડી ડિવાયએસપી સી.પી.મુંધવા, એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલ તથા એસઓજી પીઆઇ તથા જિલ્લાના તમામ પોલીસ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. અસામાજીક પ્રવૃતી સાથે સંકળાયેલા લોકોને કાયદાનું ભાન કરાવવા પોલીસ કટીબદ્ધ છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં અસામાજીક પ્રવૃતિ અને તેમના સાથે સંકળાયેલા ઇસમો સામે કાર્યવાહી કરી કાયદાનું ભાન કરાવવા જિલ્લા પોલીસ કટીબદ્ધ છે. જેના માટે ખાસ એક્શન પ્લાન બનાવી જિલ્લામાં આવી પ્રવૃતીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. સુરેન્દ્રનગર જિલ્લાનો કોઇ પણ નાગરીક ભોગ બનેલો હોય તેઓ કોઇનો પણ ડર રાખ્યા વગર જરૂરી પુરાવા સાથે પોતાની ફરીયાદ રજૂઆત પોલીસ સ્ટેશને આપે અથવા ડિવિઝન નાયબ પોલીસ અધિક્ષકને તથા જરૂર જણાયતો મને રૂબરૂમાં રજૂઆત કરી શકે છે.

Next Story