Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : સાયલાના કરાડીના સીમના રસ્તે રેતીમાં ફસાયેલી કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

અજાણ્યો શખ્સ કાર મુકી નાસી છૂટ્યો : પોલિસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

સુરેન્દ્રનગર : સાયલાના કરાડીના સીમના રસ્તે રેતીમાં ફસાયેલી કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
X

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના કરાડીના સીમ રસ્તે રેતીમા ફસાયેલી કારમાં વિદેશી દારૂ હોવાની બાતમીના આધારે ધજાળા પોલીસે તપાસ હાથ ધરતા કારની પાછળની સીટમાં જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ 293 નંગ, કિ. 87,900 કાર સહિત રૂ.3,87,900ના મુદામાલ સાથે ફરાર અજાણ્યા કાર ચાલક સામે ગુનો દાખલ કર્યો છે. ધજાળાના સીમ વિસ્તારમાં વિદેશી દારૂની હેરફેર સામે પોલીસે વોચ રાખી છે.

ધજાળા પી.એસ.આઇ. ઝેડ.એલ.ઓડેદરા, રણછોડભાઇ ભરવાડ, ઘુસાભાઇ સોલંકી, ભરતભાઇ જીડીયા, મુકેશભાઇ શેખ સહિતના પોલીસ કર્મીઓને પેટ્રોલીંગ દરમિયાન કરાડીની સીમમાં વિદેશી દારૂ ભરેલી કાર હોવાની બાતમી મળી હતી. આથી તપાસ હાથ ધરતા ધજાળા પોલીસને કરાડી ગામના વડાલી સીમ વિસ્તારમાં આવેલા છેલાવાળા વોકળામાં રેતીમાં ફસાયેલી કાર જોવામાં આવી હતી. પરંતુ અજાણ્યા શખ્સ કાર મુકીને નાસી જતા પોલીસે બિનવારસી હાલતમાં રહેલી કારની તપાસ હાથ ધરી હતી.

આ કારની પાછળની સીટમાં વિસ્કી,વોડકા બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. આથી ધજાળા પોલીસે કુલ 293 નંગ વિદેશી દારૂની બોટલો, કિ.87,900 તેમજ સ્વીફટ કાર રૂ. 3 લાખ સહિત રૂ.3,87,900ના મુદામાલ ઝડપી લીધો હતો. જ્યારે ધજાળા પી.એસ.આઇએ કારમાં વિદેશી દારૂ ભરીને નાસી છુટનારા અજાણ્યા શખ્સ સામે ગુન્હો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.


Next Story