Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : ચોટીલા ખાતે ગુરુપૂર્ણિમાએ માનવ મહેરામણ ઉમટયું, લોકોએ એકબીજા વચ્ચે અંતર પણ ન જાળવ્યું

દર્શન કરવાની લ્હાયમાં ભક્તજનો કોરોનાની ત્રીજી લહેરનું ભાન ભૂલ્યા

સુરેન્દ્રનગર : ચોટીલા ખાતે ગુરુપૂર્ણિમાએ માનવ મહેરામણ ઉમટયું, લોકોએ એકબીજા વચ્ચે અંતર પણ ન જાળવ્યું
X

અષાઢ સુદ પૂનમ એટલે ગુજરાતીઓ આજે આ પૂનમને ગૃરૂપૂર્ણિમા તરીકે તેની ઉજવણી કરતા હોય છે ત્યારે ચોટીલામાં બિરાજતા ચામુંડા માતાજીના દર્શન કરવા ભક્તજનોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું.

ગૃરૂપૂર્ણિમાનો આજનો પવિત્ર દિવસ ગણવામાં આવતો હોવાથી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરના સુપ્રસિદ્ધ એવા ચોટીલામાં બીરાજતા ચામુંડા માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી પવિત્ર થવા માટે ભક્ત જનોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ તરફથી સેનેટાઇઝ,માસ્ક સહિત સરકારી ગાઈડલાઈનનું પાલન કરવા માટે વારંવાર માઇક દ્વારા સૂચનાઓ આપવામાં આવે છે છતાં ભક્ત જનો આ સૂચનાઓ ઘોળીને પી જઈને કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મડયા હતા.

Next Story