Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર: પાટડીમાં સી.આર.પાટીલનું મહત્વનું નિવેદન, 2 સીટથી શરૂ થયેલ ભાજપના અભિયાનમાં સેંકડો લોકો જોડાતા ગયા

X

પાટડી નગરપાલિકા દ્વારા નવનિર્મીત કામધેનુ સર્કલ તથા પાટડી મેઇન ચાર રસ્તા પાસે ડો.શ્યામાપ્રસાદ મુખર્જી તથા પંડીત દિનદયાલ ઉપાધ્યાયજીની પ્રતિમા અનાવરણ વિધીમાં આવેલા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે વિશાળ જનમેદનીને સંબોધતા જણાવ્યું કે, દેશમાં બે સીટથી શરૂ કરેલા ભાજપના કાર્યમાં લોકો જોડાતા ગયા અને કારવા બનતા ગયા અને સાથે એમણે જણાવ્યું કે, પાટડીમાં પ્રવેશતા ચારેય બાજુ મહાન વિભૂતિઓની પ્રતિમાઓ નિહાળી એવુ લાગ્યું કે પાટડી પ્રતિમાઓની નગરી છે. જ્યારે ગુજરાતનાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું કે, મેં મારા ફોટોગ્રાફર જોડે ફોટા પડાવી પાટડી નગરપાલિકાએ ડો.શ્યામાપ્રસાદ મુખર્જી તથા પંડીત દિનદયાલ ઉપાધ્યાયજીની પ્રતિમાની અનાવરણ વિધી કરી એ હું આખા ગુજરાતની નગરપાલિકામાં લાગુ કરવા પ્રયત્ન કરીશ. અને છેલ્લે પત્રકારોએ જ્યારે નિતીનભાઇને સાંસદ કાછડીયા વિશે પુછ્યુ તો એમણે કહ્યું કે, એ વિષય પૂર્ણ થઇ ગયો છે એમ કહી વિષય આટોપી લીધો હતો.

પાટડી નગરપાલિકા દ્વારા નવનિર્મીત કામધેનુ સર્કલ તથા પાટડી મેઇન ચાર રસ્તા પાસે ડો.શ્યામાપ્રસાદ મુખર્જી તથા પંડીત દિનદયાલ ઉપાધ્યાયજીની પ્રતિમા અનાવરણ વિધીમાં આવેલા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, ગુજરાતનાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ, ગુજરાત ભાજપના પ્રભારી રત્નાકરજી, કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા, કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્ર મુંજપરા સહિતના દિગ્ગજ નેતાઓએ પાટડીના ઐતિહાસિક વર્ણીન્દ્રધામ મંદિરના દર્શન કરી યુવા ભાજપ મોરચાની વિશાળ બાઇક રેલી સાથે પાટડી ચાર રસ્તા પાસે ડો.શ્યામાપ્રસાદ મુખર્જી અને પંડિત દિનદયાલ ઉપાધ્યાયજીની પ્રતિમાની અનાવરણ વિધી બાદ કલાડા દરવાજા બહાર કામધેનું સર્કલનું દબદબાભેર ઉદઘાટન કરવામાં આવ્યું હતુ.

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે વિશાળ જનમેદનીને સંબોધતા જણાવ્યું કે, દેશમાં બે સીટથી શરૂ કરેલા ભાજપના કાર્યમાં લોકો જોડાતા ગયા અને કારવા બનતા ગયા અને સાથે એમણે જણાવ્યું કે, પાટડીમાં પ્રવેશતા ચારેય બાજુ મહાન વિભૂતિઓની પ્રતિમાઓ નિહાળી એવુ લાગ્યું કે પાટડી પ્રતિમાઓની નગરી છે. એમણે ડો.શ્યામાપ્રસાદ મુખર્જી અને પંડીત દિનદયાલજી ઉપાધ્યાયજીની પ્રતિમાની અનાવરણ વિધી કરવા બદલ પાટડી નગરપાલિકાના હોદેદારોનો આભાર માન્યો હતો. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ અને ગુજરાતનાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલને પાટડી નગરપાલિકા સહિત વિવિધ મોરચાઓ દ્વારા મોમેન્ટો આપી અભિવાદન કરવામાં આવ્યું હતુ.

જ્યારે ગુજરાતનાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું કે, મેં મારા ફોટોગ્રાફર જોડે ફોટા પડાવી પાટડી નગરપાલિકાએ ડો.શ્યામાપ્રસાદ મુખર્જી તથા પંડીત દિનદયાલ ઉપાધ્યાયજીની પ્રતિમાની અનાવરણ વિધી કરી એ હું આખા ગુજરાતની નગરપાલિકામાં લાગુ કરવા પ્રયત્ન કરીશ. મીઠાની નગરી ગણાતી એવી પાટડીમાં મીઠા ઉદ્યોગમાં કડીની 1000 જેટલી ટ્રકો ફરતી હતી. એ સમયે હું કડીની ટ્રકમાં આખા રણમાં ખુબ ફર્યો છુ. અને પાટડીમાં હાલમાં મારા ફૈબા પણ રહે છે. એટલે પાટડી સાથે મારે ખુબ જૂનો નાતો છે. આમેય પાટડી એ સોનાની હાટડી ગણાય છે. અને છેલ્લે પત્રકારોએ જ્યારે નિતીનભાઇને સાંસદ કાછડીયા વિશે પુછ્યુ તો એમણે કહ્યું કે, એ વિષય પૂર્ણ થઇ ગયો છે એમ કહી વિષય આટોપી લીધો હતો. આ કાર્યક્રમમાં ડુપ્લિકેટ મોદી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા નગરપાલિકાના પ્રમુખ મૌલેશભાઇ પરીખ સહિતના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.

Next Story