સુરેન્દ્રનગર: લખતરના કડુ ગામે સાપની પ્રણય ક્રીડા કેમેરામાં કેદ !

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના કડુ ગામે સાપની એક પ્રજાતિને ક્રીડા કરતી ગ્રામજનોએ કેમેરામા કેદ કરી હતી

New Update

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના કડુ ગામે સાપની એક પ્રજાતિને ક્રીડા કરતી ગ્રામજનોએ કેમેરામા કેદ કરી હતી

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના કડુ ગામે સાપની એક પ્રજાતિને ક્રીડા કરતી ગ્રામજનોએ કેમેરામા કેદ કરી હતી.એક નજરે જોતા સાપ લાગે પણ આ સાપ નહિ પણ સાપ જેવીજ લાગતી તેની પ્રજાતિ કે જેને ગામઠી ભાષામા સરપણ કહેવામાં આવે છે.આ સાપ છે કે, સરપટ છે એ ઓળખવું મુશ્કેલ છે. કારણ કે, આ સરપણ સાપ જેવી જ અને એવા જ આકારની હોય છે. પણ સાપ જ્યારે ચાલે છે, ત્યારે મુખ્યત્વે મોઢુ જમીન પર રાખીને ચાલે છે.
જ્યારે સરપણ ચાલે છે એ જમીનથી અંદાજે ફુટથી દોઢ ફુટ જેટલું મોઢું ઉંચુ રાખીને ચાલે છે અને લંબાઇમા પણ સરપણ સાપ કરતા મોટી હોય છે. સરપણ નર અને માદા બંનેની લંબાઇ સરખી હોય છે. જ્યારે સાપ કરતા તેની માદા એટલે કે નાગણીની લંબાઇ ટુંકી હોય છે. ત્યારે લખતર તાલુકાના કડુ ગામે નર અને માદા સરપણ ક્રીડા કરતા ગ્રામજનો ને ધ્યાને આવતા તેને જાવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
Latest Stories