અમદાવાદ : કોંગ્રેસના બે નેતાઓના બેફામ નિવેદનો બદલ સસ્પેન્ડ

કોંગ્રેસના નેતાઓ વિશે સોશિયલ મીડિયામાં બેફામ નિવેદનો કરવા મુદ્દે અમદાવાદમાં કોંગ્રેસના નેતા અતુલ પટેલ અને વંદના પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

New Update

કોંગ્રેસના નેતાઓ વિશે સોશિયલ મીડિયામાં બેફામ નિવેદનો કરવા મુદ્દે અમદાવાદમાં કોંગ્રેસના નેતા અતુલ પટેલ અને વંદના પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પ્રદેશ કોંગ્રેસે અતુલ પટેલ અને વંદના પટેલને સસ્પેન્ડ કર્યા છે. નોંધનીય છે કે થોડા દિવસ પહેલા બંનેની એક ઓડિયો ક્લીપ વાયરલ થઇ હતી. જેમાં વંદના પટેલ કોંગ્રેસ નેતાઓ વિરુદ્ધ બેફામ નિવેદનો કર્યા હતા. વંદના અને અતુલ પટેલની બે મહિના જૂની કથિત ઓડિયો ક્લીપ વાયરલ થયા બાદ આ પગલા લેવામાં આવ્યા છે.

હાલમાં કૉંગ્રેસના પ્રવક્તા અતુલ પટેલ પણ એક સમયે હાર્દિક પટેલ ની કોર ટીમના સભ્ય હતા. મોટા આંદોલનો હોય કે પછી પ્રેસ કૉન્ફરન્સ અતુલ પટેલ હંમેશા હાર્દિકની સાથે દેખાતા હતા. જોકે, 2017ની વિધાનસભાની ચૂંટણી બાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. હાર્દિક પટેલના અનામત આંદોલનમાં એક સમયે પાસની મજબૂત પીઠબળ ગણાતા વંદના પટેલ પાટીદાર અનામત આંદોલનમાંથી આગળ આવ્યાં છે અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની નજીક છે. વંદના પટેલ પાટીદાર અનામત આંદોલનનો ચેહરો બન્યા હતા અને મૂળ મહેસાણાનાં છે. આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ વંદના પટેલ કોંગ્રેસમાં જોડાયા છે.

Latest Stories