Connect Gujarat
ગુજરાત

તાપી : ઉચ્છલ ગામે માર્ગ-મકાન વિભાગનું ગોડાઉન ભળકે બળ્યું, ફાયર ફાઇટરો દોડ્યા...

તાપી જિલ્લાના ઉચ્છલ ગામે માર્ગ અને મકાન વિભાગના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી હતી.

X

તાપી જિલ્લાના ઉચ્છલ ગામે માર્ગ અને મકાન વિભાગના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી હતી. બનાવના પગલે નવાપુર અને સોનગઢ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, ઉચ્છલ ગામ સ્થિત માર્ગ અને મકાન વિભાગના ગોડાઉનમાં આજરોજ અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગતાંની સાથે જ આસપાસના લોકોમાં નાસભાગ મચી હતી. બનાવની જાણ થાત જ નવાપુર અને સોનગઢ ફાયર વિભાગના ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જેમાં 3થી વધુ ફાયર ટેન્ડરની મદદથી પાણીનો મારો ચલાવી 2 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો. આગના કારણે ગોડાઉનમાં રહેલ જૂના લાકડાનો સામાન અને છત બળીને ખાખ થઈ ગઈ હતી. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, ગોડાઉનમાં વીજ કનેક્શન ન હોવાથી આગ કેવી રીતે લાગી તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Next Story