Connect Gujarat
ગુજરાત

તાપી : રાજયભરમાં પાણીનું સંકટ, પરંતુ દ.ગુજરાતનાં ઉકાઈ ડેમમાં પાણીનો સ્ત્રોત 60%થી વધુ હોવાથી લોકોને રાહત

દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં હજુ 60 ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ રહેવાને પગલે આગામી સમયમાં દક્ષિણ ગુજરાતના માથેથી પાણીનું સંકટ ટળ્યું છે.

X

રાજ્યભરના ડેમોની પરિસ્થિતિ પાણીને પગલે દિનપ્રતિદિન વિકટ બનતી જાય છે, ત્યારે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં હજુ 60 ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ રહેવાને પગલે આગામી સમયમાં દક્ષિણ ગુજરાતના માથેથી પાણીનું સંકટ ટળ્યું છે....

ઉનાળાની કાળઝાળ ગરમીને પગલે રાજ્યભરમાં પાણીના સ્રોતોની પરિસ્થિતિ વિકટ બનતી જોવાં મળી છે, રાજ્યમાં આવેલ મોટાભાગના ડેમો ખાલી થવાના આરે છે તો કેટલાક ડેમો ખાલી પણ થઈ ચૂક્યા છે,ત્યારે દક્ષિણ ગુજરાતના લાઈફલાઈન ગણાતા ઉકાઈ ડેમમાં હજુ 60 ટકા જેટલું પર્યાપ્ત માત્રામાં પાણીનો સ્ત્રોત ઉપલબ્ધ છે, અને તે આવનાર સમયમાં દક્ષિણ ગુજરાતની તરસ છીપાવવાની સાથે અહીંના ઉદ્યોગોને ધમધતા રાખી સિંચાઈ થકી આ વિસ્તારને હરિયાળો રાખવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

Next Story