Connect Gujarat
ગુજરાત

તિસ્તા મામલો: પીએમ મોદીને બદનામ કરવા પૂર્વ IPSનો મોટો રોલ,જાણો સમગ્ર વિગત

સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડ કેસમાં SITની તપાસમાં એક મોટો ખુલાસો થયો છે.

તિસ્તા મામલો: પીએમ મોદીને બદનામ કરવા પૂર્વ IPSનો મોટો રોલ,જાણો સમગ્ર વિગત
X

સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડ કેસમાં SITની તપાસમાં એક મોટો ખુલાસો થયો છે. જે મુજબ તત્કાલીન CMને બદનામ કરવામાં પૂર્વ IPS ની મહત્વની ભૂમિકા હોવાનું ખૂલ્યું છે સંજીવ ભટ્ટે તત્કાલીન CM સાથે મિટીંગ મા હોવાનો ખોટો દાવો કર્યો હતો. સંજીવ ભટ્ટે કોર્ટમાં ખોટુ સોગંદનામુ કર્યું હોવાનો ખુલાસો થયો હતો.

ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને બદનામ કરવામાં સંજીવ ભટ્ટની મહત્વની ભૂમિકા હોવાનો તિસ્તા સેતલવાડ કેસમાં SITની તપાસમાં ખુલાસો થયો છે. આ અગાઉ સંજીવ ભટ્ટે તત્કાલીન CM સાથે મિટીંગમા હોવાનો ખોટો દાવો કર્યો હતો. જોકે બાદમાં રમખાણો વખતે બોલાવેલી બેઠકમા સંજીવ ભટ્ટ ન હોવાનો પણ ખુલાસો થયો હતો. જેને લઈ હવે SIT દ્વારા તત્કાલીન ડીજીપી અને તે વખતના આઇબી ડીજીપીના નિવેદન નોંધવામાં આવશે. ગુજરાતના રમખાણોને લઇ SITએ પોતાના રિપોર્ટમાં મોટો ખુલાસો કર્યો હતો. પોલીસે સામાજિક કાર્યકર્તા તીસ્તા સેતલવાડ જામીન અરજીનો વિરોધ કર્યો હતો. આ સાથે SITએ કહ્યું કે, ગુજરાતમાં ભાજપની સરકાર ભંગ કરવા માટે તીસ્તા મોટા ષડયંત્રમાં સામેલ હતી. સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવેલા સોગંદનામામાં કહેવામાં આવ્યું કે, સેતલવાડ 2002ના રમખાણો બાદ ભાજપ સરકાર ભંગ કરવા દિવંગત કોંગ્રેસ નેતા એહમદ પટેલ ના ઈશારા પર કરવામાં આવેલા મોટા ષડયંત્રમાં સામેલ હતી. ભાજપની સરકાર ભંગ કરવા માટે આરોપીઓએ કોંગ્રેસ સાથે અનેક બેઠકો પણ કરી અને એહમદ પટેલ પાસેથી રૂપિયા મળ્યા હતા.તિસ્તા મામલો: પીએમ મોદીને બદનામ કરવા પૂર્વ IPSનો મોટો રોલ,જાણો સમગ્ર વિગત

Next Story