Connect Gujarat
ગુજરાત

તિસ્તા સેતલવાડ અને આર.બી.શ્રીકુમારના રિમાન્ડ થયા પૂર્ણ,જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલવાનો કોર્ટનો આદેશ

અમદાવાદની મેટ્રોપોલિટન ઘીકાંટા કોર્ટમાં તીસ્તા અને શ્રીકુમારને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

તિસ્તા સેતલવાડ અને આર.બી.શ્રીકુમારના રિમાન્ડ થયા પૂર્ણ,જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલવાનો કોર્ટનો આદેશ
X

અમદાવાદની મેટ્રોપોલિટન ઘીકાંટા કોર્ટમાં તીસ્તા અને શ્રીકુમારને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટમાં આ આરોપીઓ વિરૂદ્ધ 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. જેને આજે 02 જૂલાઇના રોજ પૂર્ણ થયા હતા. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધું રિમાન્ડની માંગણી કરવામા આવી ન હતી. જેને ધ્યાને રાખીને બન્ને આરોપીઓને જયુડિશીયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે.

આગામી દિવસોમાં આરોપીઓ તરફથી જામીન અરજી કરવામાં આવશે. તિસ્તાનાં વકીલ દ્વારા સલામતી માટે કોર્ટને જામીન અરજી પર આપવામાં આવી છે. જેલમાં તિસ્તાને રમખાણ કેસનાનાં આરોપોથી દૂર રાખવામાં આવશે. જેલમાં સજા ભોગવતી અન્ય મહિલા આરોપીઓથી પણ દૂર રાખવામાં આવશે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યું હતું કે, ગુજરાતમાં 2002ના રમખાણો અંગે ખોટા ઘટસ્ફોટ કરીને સનસનાટી ફેલાવવા બદલ રાજ્ય સરકારના અસંતુષ્ટ અધિકારીઓને કેસમાં લાવવાની જરૂર છે અને કાયદા મુજબ તેમની સામે કાર્યવાહી કરવામાં આવે છે. સર્વોચ્ચ અદાલતે એમ પણ કહ્યું હતું કે, તેને રાજ્ય સરકારની દલીલમાં દમ લાગે છે કે, સંજીવ ભટ્ટ (તત્કાલીન IPS અધિકારી), હરેન પંડ્યા (ગુજરાતના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન) અને આરબી શ્રીકુમાર (હવે નિવૃત્ત IPS અધિકારી)ની જુબાની માત્ર કેસને જીવતા રાખવાનો અને તેનું રાજનીતિકરણ કરવાનો હતો, જ્યારે તે સદંતર ખોટું છે.

Next Story