ખેડા જિલ્લા કલેકટરના હસ્તે બાળક પ્રિ-એડોપ્શન ફોસ્ટર કેરમાં અપાયું, બાળકને માતા-પિતા મળતા લોકોમાં ખુશી...

નડીઆદ સ્થિત માતૃછાયા અનાથ આશ્રમ કે, જેને ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા SAA ની માન્યતા આપવામાં આવેલ છે.

New Update
ખેડા જિલ્લા કલેકટરના હસ્તે બાળક પ્રિ-એડોપ્શન ફોસ્ટર કેરમાં અપાયું, બાળકને માતા-પિતા મળતા લોકોમાં ખુશી...

ખેડા જિલ્લાના નડીઆદ સ્થિત માતૃછાયા અનાથ આશ્રમ કે, જેને ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા SAA (Specialised Adoption Agency)ની માન્યતા આપવામાં આવેલ છે. તેમજ સમાજ સુરક્ષા ખાતુ ગાંધીનગર દ્વારા બાળ સંભાળ સંસ્થા તરીકેની પણ માન્યતા આપવામાં આવેલ છે. આ સંસ્થા ધ્વારા અનાથ, નિરાધાર, ત્યજાયેલ બાળકોને આશ્રય આપી રક્ષણ, શિક્ષણ આપી સમાજમાં પુનઃ સ્થાપન કરવાની કામગીરી કરવામાં આવે છે.

આજથી 5 વર્ષ પહેલા એક કલકતાના દંપતી દ્વારા ભારત સરકારને (CARA) સેન્ટ્રલ એડોપ્શન રીસોર્સ ઓથોરીટી, મહિલા અને બાળ કલ્યાણ વિભાગ, ન્યુ દિલ્હીને અરજી કરેલ હતી. જે અરજીને ગ્રાહય રાખી દંપતીના ઘર તપાસ અહેવાલ તથા કાયદાકિય તમામ પુરાવાના આધારે આ દત્તક ઇચ્છુક દંપતીએ ગુજરાતનું બાળક લેવાની ઇચ્છા દર્શાવતા ભારત સરકાર દ્વારા એક માસ અગાઉ માતૃછાયા અનાથ આશ્રમના એક બાળકનું રેફરલ આપતા દંપતી દ્વારા બાળકની પસંદગી દર્શાવેલ. જેના આધારે જિલ્લા એડોપ્શન કમિટી નડીઆદ દ્વારા દત્તક ઇચ્છુક દંપતીના પુરાવા તથા ઘર તપાસ અહેવાલ તપાસવામાં આવેલ અને બાળકને પ્રિ-એડોપ્શનમાં આપવા કમિટી દ્વારા પસંદ કરવામાં આવેલ. આ પ્રસંગે જિલ્લા કલેકટર કે.એલ.બચાણીના હસ્તે બાળકને કલકત્તાના દંપતિને પ્રિ-એડોપ્શન આપવામાં આવ્યું છે. આજે માતૃછાયા અનાથ આશ્રમ, નડીઆદ તથા જિલ્લા બાળ સુરક્ષા એકમની કચેરી માટે ખૂબ જ આનંદનો દિવસ છે, સંસ્થાના એક 8 માસના બાળકનું કલકતાના દત્તક ઇચ્છુક દંપતીને પ્રિ-એડોપ્શન ફોસ્ટર કેરમાં આપવામાં આવેલ છે. સંસ્થાના એક બાળકને માતા-પિતા મળતા પ્રસંગમાં હાજર સર્વમહાનુભાવોએ ખૂબ આનંદ વ્યક્ત કર્યો હતો.

Latest Stories