બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું તારીખ 23મી નવેમ્બર શનિવારના રોજ પરિણામ જાહેર થશે.એન્જિનિયરિંગ કોલેજમાં 23 રાઉન્ડમાં મતગણતરી યોજાશે.10 ઉમેદવારોનું ભાવિ હાલમાં EVMમાં કેદ છે.
બનાસકાંઠા વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની આવતીકાલે 23 નવેમ્બરે મત ગણતરી યોજાશે. 23 રાઉન્ડમાં મતગણતરી યોજાશે.ત્યારે મતગણતરી બાદ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોણ બાજી મારી જાય છે.કોણ બનશે વાવના નવા ધારાસભ્ય તેનો આવતીકાલે ફેંસલો આવી જશે.
બનાસકાંઠા વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું 13 નવેમ્બરે મતદાન યોજાયું હતું. આ ચૂંટણીમાં 70.54% જેટલું મતદાન થયું હતું અને મતદાન બાદ તમામ EVM મશીનને પાલનપુર જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે રાખવામાં આવ્યા હતા. જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે SRP,BSF અને પોલીસની નિગરાની હેઠળ આ તમામ EVM મશીન રાખવામાં આવ્યા હતા.
જોકે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ત્રિપાંખીયા જંગને લઈને ચૂંટણીનો રંગ જામ્યો હતો. આ ત્રિપાંખીયા જંગમાં અનેક દિગ્ગજ નેતાઓએ સભાઓ ગજવી હતી. ભાજપના સ્વરૂપજી ઠાકોર મેદાનમાં હતા તો કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત મેદાનમાં હતા. તો બીજી તરફ અપક્ષ ઉમેદવાર તરીકે માવજી પટેલ પણ મેદાનમાં હતા અને ત્યારે આ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ત્રિપાંખીયો રંગ જામ્યો હતો અને જાતીય સમીકરણ ઉપર સમગ્ર ચૂંટણી લડાઈ હતી.
વાવ બેઠકની સીટ જીતવા માટે તમામ ઉમેદવારોએ એડીચોટીનું જોર લગાવ્યું હતું. જેમાં સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષના માવજી પટેલ વચ્ચે જંગ જામ્યો હતો. ભાજપ-કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ દ્વારા પણ ચૂંટણી પ્રચાર કરાયો હતો. હવે આવતીકાલે તમામ પક્ષોએ કરેલી મહેનતનું પરિણામ જાહેર થશે.