Connect Gujarat
ગુજરાત

હજુ તો ચોમાસુ શરૂ જ થયું છે અને પંચમહાલના ઘોઘંબા વિસ્તારમાં વરસાદ વરસતા જ ચારેકોર આર્થિક નુકશાન,આવો જોઈએ શું છે સ્થિતિ..?

પંચમહાલ ઘોઘંબામાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. જેમાં ઘોઘંબાના ગ્રામ્ય વિસ્તારમાં છાપરાના પતરા ઉડતા દોડધામ મચી હતી.ત્યારે ઘોઘંબા તાલુકાના ગોયાસુંડલ ગામના તરવારીયા ફળિયામાં આ ઘટના બની હતી

હજુ તો ચોમાસુ શરૂ જ થયું છે અને પંચમહાલના ઘોઘંબા વિસ્તારમાં વરસાદ વરસતા જ ચારેકોર આર્થિક નુકશાન,આવો જોઈએ શું છે સ્થિતિ..?
X

પંચમહાલ ઘોઘંબામાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. જેમાં ઘોઘંબાના ગ્રામ્ય વિસ્તારમાં છાપરાના પતરા ઉડતા દોડધામ મચી હતી.ત્યારે ઘોઘંબા તાલુકાના ગોયાસુંડલ ગામના તરવારીયા ફળિયામાં આ ઘટના બની હતી

સાંજના સુમારે વરસાદી ઝાપતાં સાથે ભારે પવન ફૂંકાતા ઘરોના પતરા ઉડ્યા હતા ઘરોના પતરા ઉડી જતાં ઘર સામાનને નુકસાન પહોંચ્યું હતું.ઘોઘંબામાં આવેલ ગોયા સુંડલ ગામે તરવારીયા ફળિયાંમાં રહેતા અજમલસિંહ ફતેસિંહ ચૌહાણ, અને ચીમનસિંહ ચૌહાણ તેમજ પારસ ચૌહાણના ઘરના પતરા ભારે પવનના કારણે ઉડી જતા ઘરને નુકસાન પોંહચ્યું હતું.જેમાં ઘરની છત ઉડીજતા ઘરનું સામાન પલળી જતા મકાન માલિકો મુશ્કિલીમાં મુકાયા હતાં. વાવઝોડાથી 30 થી વઘુ મકાનોના પતરા ઉડી જતાં વરસાદથી ઘરવખરીનો સામાન, અનાજ તથા પશુઑનો ધાસચારો પલળી જતાં ગ્રામજનો પર આભ તુટી પડયું હતુ. વાવાઝોડાથી અનેક વિસ્તારના વૃક્ષો ધરાશાઇ થયા હતા. જયારે વિજ થાંભલાઓ ઉખડી જતાં અનેક વિસ્તારમાં અંધારપટ્ટ છવાતાં ગામજનોએ ભુખ્યા રહીને અંધારામાં રાત વિતાવાની નોબત આવી હતી.

Next Story