Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં હવે કોરોના ત્રણ ડિજિટમાં, સંકટ વધવાની આશંકા

રાજ્યમાં ફરી વાર કોરોના સંકટ વધી રહ્યું છે રાજ્યમાં એકાએક કોરોના કેસમાં વધારો થયો છે.છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 117 કેસ નોંધાયા છે.

રાજ્યમાં હવે કોરોના ત્રણ ડિજિટમાં, સંકટ વધવાની આશંકા
X

રાજ્યમાં ફરી વાર કોરોના સંકટ વધી રહ્યું છે રાજ્યમાં એકાએક કોરોના કેસમાં વધારો થયો છે.છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 117 કેસ નોંધાયા છે. સતત બીજા દિવસે 100થી વધુ કોરોનાના દૈનિક કેસ નોંધાતા તંત્ર સતર્ક થયું છે. કેસમાં વધારો આવતા એક્ટિવ કેસની સંખ્યા પણ 517 પહોચી ગઈ છે.અચાનક કેસ વધતા સ્થાનીય તંત્ર પણ દોડતું થયું છે.

મળતી માહિતી અનુસાર, છેલ્લા ઘણા દિવસોથી કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે અને 2 દિવસમાં કોરોનાનો આંકડો ત્રણ ડિજિટમાં પોહ્ચ્યો છે જિલ્લા પ્રમાણે કોરોના કેસની વાત કરીએ તો અમદાવાદમાં કોરોનાના વધુ 64 કેસ, વડોદરામાં 22 કેસ, સુરતમાં 10 કેસ, ગાંધીનગરમાં 5 કેસ, રાજકોટમાં 3 કેસ, અમરેલીમાં 2 કેસ, મહેસાણા માં 2 કેસ સુરેન્દ્રનગરમાં 2 કેસ, વલસાડ જિલ્લામાં પણ 2 કેસ નોંધાયા, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા જિલ્લામાં એક-એક કેસ દાખલ તો ગાંધીનગર અને ભરૂચ જિલ્લામાં પણ એક કેસ કેસ કોરોના પોઝિટિવ સામે આવ્યા છે.તો સામે રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 99.07 ટકાએ પહોંચ્યો છે. અત્યાર સુધી રાજ્યમાં કોરોનાથી કુલ 10944 દર્દીના મૃત્યુ થયા છે. તો આજે રાજ્યભરમાં કુલ 81,353 નાગરિકોનું રસીકરણ થયુ તો અત્યાર સુધી ગુજરાતમાં રસી ના કુલ 11.04 કરોડથી વધુ ડોઝ અપાયા છે.

Next Story