Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં વધશે હાડ થીજાવતી ઠંડી; વહેલી સવારે ગાંધીનગરમાં 11.6 ડિગ્રી તાપમાન નોંધાયું

રાજ્યમાં વહેલી સવારથી રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે, ઠંડીના કારણે લોકો ઘરોમાં જ પુરાઈ રહેવાનું વધારે પસંદ કરી રહ્યા છે તો વળી કેટલાક લોકો વહેલી સવારે મોર્નિંગ વૉક માટે પણ નીકળી જતા હોય છે

રાજ્યમાં વધશે હાડ થીજાવતી ઠંડી; વહેલી સવારે ગાંધીનગરમાં 11.6 ડિગ્રી તાપમાન નોંધાયું
X

રાજ્યમાં વહેલી સવારથી રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે, ઠંડીના કારણે લોકો ઘરોમાં જ પુરાઈ રહેવાનું વધારે પસંદ કરી રહ્યા છે તો વળી કેટલાક લોકો વહેલી સવારે મોર્નિંગ વૉક માટે પણ નીકળી જતા હોય છે, હવામાન વિભાગે રાજ્યમાં ઠંડીને લઈને આગાહી કરતા જણાવ્યું છે કે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહથી વધુ ઠંડી પડી શકે છે, જો કે વહેલી સવારથી જ ઠંડીનો અહેસાસ થતો જોવા મળી રહ્યો છે, મોડી રાતથી લઘુતમ તાપમાનનો પારો ગગડી રહ્યો છે.

વહેલી સવારે અમદાવાદનું તાપમાન 13.1 ડિગ્રી નોંધાયું જ્યારે ગાંધીનગરમાં 11.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, તો નલિયામાં તાપમાનનો પારો ગગડીને 10.06 પર પહોંચ્યો હતો.રાજ્યમાં અનેક જિલ્લામાં તાપમાન નું પ્રમાણ નીચે જોવા મળી રહ્યું છે જેમાં સુરતમાં 18.06 ડિગ્રી, રાજકોટ 14.2 ડિગ્રી તાપમાન અને ભાવનગરમાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું છે રાજ્યમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, ગુલાબી ઠંડીનું જોર વધતા લોકો તાપણાનો સહારો પણ લેતા જોવા મળી રહ્યા છે. જ્યારે બીજી તરફ કેટલાક લોકો ઠંડીની મજા લેતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે, વહેલી સવારે મોર્નિંગ વોક માટે નીકળી જવું એ પણ એક લાહવો હોય છે. બીજી તરફ ઠંડીનું પ્રમાણ વધતા લોકો ઘરમાં જ પુરાઈ રહેવાનું વધારે પસંદ કરી રહ્યા છે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત જેવા શહેરોમાં પણ ઠંડીનું પ્રમાણ વધ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી રાજ્યમાં ડિસેમ્બર મહિનાની ઠંડીનું જોર વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે દિવસ અને રાતના તાપમાનમાં લગભગ 10 થી 12 ડીગ્રી નો તફાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં વહેલી સવારે ફૂલગુલાબી ઠંડી અહેસાસ થવા લાગ્યો છે જ્યારે બપોર બાદ સામાન્ય ગરમીનો પણ અહેસાસ થાય છે.

Next Story