Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં હજુ પણ 3 દિવસ રહેશે કાતિલ ઠંડી,હવામાન વિભાગે કરી આગાહી

ગુજરાતીઓ હજી પણ વધુ કાતિલ ઠંડીનો સામનો કરવા તૈયાર રહેજો. હજી પણ રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી હાડ થીજવતી ઠંડી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

રાજ્યમાં હજુ પણ 3 દિવસ રહેશે કાતિલ ઠંડી,હવામાન વિભાગે કરી આગાહી
X

ગુજરાતીઓ હજી પણ વધુ કાતિલ ઠંડીનો સામનો કરવા તૈયાર રહેજો. હજી પણ રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી હાડ થીજવતી ઠંડી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. અમદાવાદ, ગાંધીનગર, સુરતમાં ઠંડીનો 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. રાજ્યના 9 શહેરમાં 10 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું છે.રાજ્યમાં ઠંડીનો બીજો રાઉન્ડ શરુ થવાનો છે. રાજ્યમાં ફરી એકવાર કાતિલ ઠંડી પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

બે દિવસ માટે અમદાવાદમાં કોલ્ડવેવ રહેશે. જ્યારે બે દિવસ કચ્છ અને નલિયામાં સિવિયર કોલ્ડ વેવની અસર રહેશે. રાજ્યના 9 શહેરોમાં 10 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું. ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન નલિયા કરતા પણ નીચું 4.3 ડિગ્રીએ પહોંચી જતા હાડ થીજવતી ઠંડી પડી રહી છે. નલિયામાં 4.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદ શહેરનું તાપમાન 6.7 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગે અમદાવાદ, વડોદરા, ભરૂચ, આણંદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અમરેલી, મોરબી, ભાવનગર, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર, જૂનાગઢમાં કોલ્ડવેવની આગાહી કરી છે. ઉત્તર પૂર્વીય પવનોને કારણે રાજ્યમાં ઠંડી વધી રહી છે તો બીજી તરફ લોકોને સાવચેતી રાખવા હવામાન વિભાગે અપીલ કરી છે. બાળકો, સગર્ભા અને વૃદ્ધો તેમજ બીમાર લોકોને સાવચેત રહેવા સૂચના આપી દેવામાં આવી છે.રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી હવામાન સતત બદલાતુ જોવા મળી રહ્યુ છે. ગુજરાતમાં ઠંડીના પ્રથમ રાઉન્ડે લોકોને થીજવી દીધા હતા અને લોકોમાં શરદી-ઉધરસ સહિતની બીમારીઓ ફેલાઈ છે. ત્યારબાદ કમોસમી વરસાદે ફરીથી વાતાવરણને બદલી નાખ્યુ. હવે ફરીથી રાજ્યમાં કોલ્ડ વેવની આગાહી આપવામાં આવી છે

Next Story