Connect Gujarat
ગુજરાત

રાષ્ટ્રીય પક્ષી મોરની સફેદ પ્રજાતી સાવરકુંડલા વીડી વિસ્તારમાં, પ્રથમ વાર જોવા મળેલો સફેદ મોર!

રાષ્ટ્રીય પક્ષી મોરની સફેદ પ્રજાતી સાવરકુંડલા વીડી વિસ્તારમાં, પ્રથમ વાર જોવા મળેલો સફેદ મોર!
X

કુદરતની કુદરતની કળા અલ્પનિય હોય છે અને અમુક જીવોનું સર્જન જ ઈશ્વરની અસીમ કૃપા થકી હોય તેમ વન્ય જીવોમાં પણ અમુક વન્ય જીવો જીવનમાં કયારેય કલ્પનાઓ પણ ન કરી હોય તેવા સાકાર ક્યારેય અનાયાસે થઈ જતા હોય છે.

સાવરકુંડલા વનવિભાગમાં કાર્યદક્ષતાથી ફરજ બજાવતા ફોરેસ્ટર યાસીન જુણેજાએ જંગલના વીડી વિસ્તારમાં એક સફેદ મોરની મોબાઈલમાં ક્લિક કરી હતી. સામાન્ય રીતે સફેદ મોર ઝુ કે પાર્કમાં વિદેશથી મંગાવીને રાખવામાં આવ્યા હોય છે, ત્યારે આપણા દેશનું રાષ્ટ્રીય પક્ષી મોર છે, પણ આવા સફેદ મોર સાવરકુંડલાના ફોરેસ્ટરએ શોધીને એક સુંદર ક્લિક મોબાઈલમાં કેદ કરીને કુદરતના અકલ્પનિય વારસાની વિરાસતને ઉજાગર કરનાર ફોરેસ્ટર યાસીન જુણેજા અગાઉ પણ સિંહોના અલગ અલગ ફોટાઓ દ્વારા પ્રચલિત થયા છે અને વનવિભાગના અધિકારીઓના હસ્તે સન્માનિત થયેલા છે.

Next Story