Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં હજી બે દિવસ પડશે કાળઝાળ ગરમી, લોકો ત્રાહિમામ પોકાર્યા

ગુજરાત રાજ્ય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં બે દિવસ હિટવેવની અસર રહેશે.

રાજ્યમાં હજી બે દિવસ પડશે કાળઝાળ ગરમી, લોકો ત્રાહિમામ પોકાર્યા
X

ગુજરાત રાજ્ય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં બે દિવસ હિટવેવની અસર રહેશે. રાજ્યના તાપમાનમાં હિટવેવના કારણે ત્રણથી ચાર ડિગ્રીનો વધારો થયો છે. અમદાવાદ શહેરમાં સતત બે દિવસથી તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચતા લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. હવામાન વિભાગે રાજ્યમાં બે દિવસ ગરમીમાં યલો એલર્ટ આપ્યું છે. ત્યારે તાપમાનનો પારો 42થી 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે.

રાજ્યમાં આગામી બે દિવસ હિટવેવની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના કેટલાક વિસ્તારમાં હિટવેવ રહેશે. કચ્છ, પોરબંદર, રાજકોટ, બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર અને અમદાવાદમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.સોમવારે રાજકોટ અને અમદાવાદ આ બન્ને શહેરોમાં મહત્તમ તાપમાન 42.6 ડિગ્રી રહેતા રાજ્યના હોટેસ્ટ શહેર બન્યા હતા. જ્યારે પાટનગર ગાંધીનગરમાં તાપમાન 42.3 ડિગ્રી નોંધાયું હતું. આજે મંગળવારના રોજના ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટવેવની હવામાન વિભાગે આગાહી કરી છે.હવામાનમાં ગઈ કાલના પ્રમાણમાં 1 થી 4 ડિગ્રી જેટલો વધારો નોંધાયો હતો. વડોદરામાં પણ સોમવારે ગરમીનું પ્રમાણ વધ્યું હતુ. સાથે સાથે અમુક જીલ્લાઓમાં હિટવેવની અસર પણ જોવા મળશે તેવું હવામાન વિભાગની માહિતી દ્વારા જાણવા મળી રહ્યું છે. માર્ચ મહિનાની શરૂઆતથી ભારે તાપ જોવા મળી રહ્યો છે. તો ભારે તાપ લાગતા લોકો બપોરના સમયે ઘરમાંથી બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે.

Next Story