Connect Gujarat
ગુજરાત

ગુજરાતના આ 25 અધિકારીઓને એક સાથે કરાશે IPS માટે નોમિનેટ

વર્ષ 2011ની બેચના અધિકારીઓને આઇપીએસ નોમિનેટ કરાશે. 25 જેટલા ગુજરાતી એક સાથે આઇપીએસ અધિકારી બનશે.

ગુજરાતના આ 25 અધિકારીઓને એક સાથે કરાશે IPS માટે નોમિનેટ
X

આઈપીએસ ઓફિસર એટલે કે ઇન્ડિયન પોલીસ ઓફિસર નું પદ મળવુ એ ગૌરવપૂર્ણ અને પ્રતિષ્ઠતા ભર્યું માનવામાં આવે છે. અનેક યુવાઓની આઇપીએસ બનવાની ઇચ્છા હોય છે. જે માટે તેઓ દિવસ રાત એક કરીને તનતોડ મહેનત કરતા હોય છે. જો કે પોતાનામાં સિવિલ સર્વિસિસ નો જુસ્સો હોવો પણ જરુરી છે. ત્યારે હવે ગુજરાત માટે ગૌરવપૂર્ણ અને મહત્વની ઘટના બનવા જઇ રહી છે. કારણ કે હવે આ કેડરમાં પણ ગુજરાતીઓનો દબદબો જોવા મળશે. જી, હા એકસાથે 25 અધિકારીઓ આઇપીએસ અધિકારી બનવા જઇ રહ્યા છે.

વર્ષ 2011ની બેચના અધિકારીઓને આઇપીએસ નોમિનેટ કરાશે. 25 જેટલા ગુજરાતી એક સાથે આઇપીએસ અધિકારી બનશે. આ તમામની નોમિનેશન માટેની ક્લિયરિંગ પ્રોસેસ પણ પૂર્ણ થઇ ગઇ છે. જેથી આવનારા સમયમાં આઇપીએસ લોબીમાં ગુજરાતીઓનો દબદબો વધશે તેમાં કોઇ બે મત નથી.IPS માટે નોમિનેશન માં સુરતના DCP પન્ના મોમાયા, અમદાવાદ કંટ્રોલ રૂમના DCP ડો.હર્ષદ પટેલ તથા અમદાવાદ શહેરના ઝોન-4 DCP રાજેશ એચ.ગઢીયા સહિત 25 DySP નો સમાવેશ થાય છે...

ગુજરાતના ઇતિહાસમાં આવુ ક્યારેય બન્યુ નથી કે એક સાથે 25 ગુજરાતીઓ આઇપીએસ માટે નોમિનેટ થયા હોય. આવું પ્રથમ વખત થવા જઇ રહ્યું છે કે વર્ષ 2011ની બેચના DySP બનેલા GPSCના અધિકારીઓને લાભ મળશે. મહત્વનું છે કે અત્યાર સુધી ગુજરાતના IPS અધિકારીઓની નિમણૂક 2:1 રેશિયો પર થતી આવી છે, જેમાં ડાયરેક્ટ UPSC ક્લિયર કરનાર 2, GPSC ક્લિયર કરીને પ્રોમોશન લેનાર 1 IPS હોય છે.મહત્વનું છે કે ગુજરાત કેડરના 4 આઇપીએસ અધિકારી સજ્જન સિંહ વી. પરમાર, અશોક મુનિયા, મયૂર ચાવડા અને ઉષા રાડા IPS કેડર ફાળવવામાં આવી હતી. તેમજ એવી પણ માહિતી મળી રહી છે કે વર્ષ 2011ની બેચના પાસ થયેલા 36 DySP જિલ્લામાં SP તરીકે તેમજ શહેરમાં DCP તરીકે નિમણૂક પામ્યા છે જે આવનારા સમયમાં મહત્વની જગ્યા પર હશે.

Next Story