Connect Gujarat
ધર્મ દર્શન 

રાજુલાના વડ ગામ ખાતે કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા સૂર્ય ભગવાનના સાડા ત્રણ દિવસના ઉપવાસ શરૂ કરાયા

રાજુલાના વડ ગામ ખાતે કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા સૂર્ય ભગવાનના સાડા ત્રણ દિવસના ઉપવાસ શરૂ કરાયા
X

કાઠી ક્ષત્રીય સમાજ દ્વારા સૂર્ય ભગવાનના સાડા ત્રણ દિવસ સુધી ઉપવાસ શરૂ થયા છે આ વર્ષો જૂની પરંપરા ક્ષત્રિયો જાળવી રાખી છે દર વર્ષની જેમ આ વર્ષે પણ સાડા ત્રણ દિવસ સુધી ઉપવાસ કરશે છેલ્લા દિવસે સૂરજ દેવળ ધામમાં પારણા કરશે જ્યારે આ સમગ્ર ગુજરાત ભરમાંથી સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ ચોટીલા નજીક સૂરજ દેવળ સૂર્યનારાયણ ભગવાન મંદિર ખાતે મોટાભાગે કાઠી સમાજના યુવાનો સહિત લોકો સાડા ત્રણ દિવસ સુધી ઉપવાસ કરવાની પરંપરા છે જ્યારે જે લોકો પોહચી ન શકે તે ઘર બેઠા અને મંદિરો આશ્રમો અથવા અનુકૂળ જગ્યાએ ઉપવાસ કરતા હોય છે ત્યારે આજથી ઉપવાસ શરૂ થયા છે.

અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા તાલુકાના વડ કાઠી ક્ષત્રીય સમાજ દ્વારા અહીં ગામમાં આયોજન કરવામાં આવ્યું છે અહીં ધાર્મિક પૂજા અર્ચના કરવામાં આવી છે અને મોટી સંખ્યામાં યુવાનો સહિતના લોકો ઉપવાસમાં જોડાયા છે અને છેલ્લા દિવસે પારણા કરશે. ભગવાન સૂર્યનારાયણ કાઠી સમાજના ઇષ્ટવદેવ ભગવાનના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવતા હોય છે સાથે દરબારોના બલિદાન અને શોર્ય દિવસોની યાદમાં આ સૂર્ય ઉપાસનાના દિવસો છે. પ્રાચીન યુગમાં વિધર્મીઓના આક્રમણ સામે વિજય બનવા માટે કાઠી સમાજએ સાડા ત્રણ દિવસના સૂર્યભગવાનના ઉપવાસ કરી આરાધના કરી હતી ત્યારે આજે પણ કાઠી સમાજના પૂર્વજનોના ખુમારી અને સોનેરી ગૌરવ પૂર્ણ ઇતિહાસ નું પાલન કરતા જોવા મળ્યા હતા અને સાડા ત્રણ દિવસ સુધી ધાર્મિક પૂજાઓ કરી કાઠી સમાજના લોકો ઉપવાસ કરી રહ્યા છે

નાના યુવાનો થી લઈ મોટેરા વડીલો સહિત પરિવારના લોકો આ ઉપવાસ કરી તેમની પરંપરા અને ખુમારી ભર્યો ઈતિહાસ જાળવી રાખવા માટે તત્પર જોવા મળ્યા હતા.સુરજદેવળ ધામ ખાતે સૌરાષ્ટ્ર ભરના કાઠી સમાજના લોકો સાડા ત્રણ દિવસ સુધી ઉપવાસ કરી ધાર્મિક પૂજા અર્ચના કરી રહ્યા છે કાઠીયાવાડ પંચાળ બાબરીયાવાડ સહિત પંથકો માંથી મોટી સંખ્યામાં કાઠી સમાજના લોકો ઉપસ્થિત રહી છે.

Next Story