Connect Gujarat
ગુજરાત

બગોદરા હાઈવે પર થયો ઈકો કારનો અકસ્માત, ત્રણ મહિલા અને બે પુરુષનાં ઘટનાસ્થળે મોત

ધોળકાથી બગોદરા હાઈવે પર થયેલા ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોનાં કરૂણ મોત નિપજ્યાં છે. આ ગમખ્વાર ઘટનામાં ઈકો કારનો અકસ્માત થતાં ત્રણ મહિલા અને બે પુરુષનાં ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતાં.

બગોદરા હાઈવે પર થયો ઈકો કારનો અકસ્માત, ત્રણ મહિલા અને બે પુરુષનાં ઘટનાસ્થળે મોત
X

ધોળકાથી બગોદરા હાઈવે પર થયેલા ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોનાં કરૂણ મોત નિપજ્યાં છે. આ ગમખ્વાર ઘટનામાં ઈકો કારનો અકસ્માત થતાં ત્રણ મહિલા અને બે પુરુષનાં ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતાં. પ્રાથમિક માહિતી પ્રમાણે, ઈકો ગાડીમાં સવાર ઠાકોર પરિવારના સભ્યો માતાજીના દર્શને જતા હતા. ઠાકોર પરિવારના સભ્યો વારસંગથી નીકળીને બરવાળા ખાતે માતાજીનાં દર્શન કરવા માટે જતા હતા ત્યારે અકસ્માત થયો હતો.

આ માહિતી પોલીસ પાસેથી પ્રાપ્ત થઈ છે. આ ઘટના બનતાં જ 108 એમ્બ્યુલન્સ સર્વિસને જાણ કરાઈ હતી. ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સમાં ધોળકાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ધોળકા પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી.

પ્રાપ્ત વિગતો પ્રમાણે, ખેડા જિલ્લાના વારસંગના રહેવાસી ઠાકોર પરિવારના સભ્ય બરવાળા ખાતે માતાજીનાં દર્શને જતા હતા. આ દરમિયાન ધોળકા-બગોદરા હાઈવે પર સાંઈ દર્શન સોસાયટી નજીક વહેલી સવારે ઈકો ગાડી કોઈ અજાણ્યા વાહન સાથે ટકરાઈ હતી. આ ઘટનામાં ત્રણ મહિલા અને બે પુરુષ એમ પાંચ લોકોનાં મોત થયાં છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક જાણકારી પ્રમાણે, ઈકો ગાડીમાં ચાર બાળક, પાંચ પુરુષ અને છ મહિલા હતાં. આ પૈકી ત્રણ મહિલા અને બે પુરુષનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં.

Next Story