સાબરમતી નદીમાં દશામાની મૂર્તિ વિસર્જન દરમિયાન સર્જાય કરુણાંતિકા, 1 કિશોરી સહિત 3ના મોત

અમદાવાદથી દશામાં ની મૂર્તિ વિસર્જન અર્થે કેટલાક શ્રદ્ધાળુઓ ગાંધીનગર સેક્ટર-30 સાબરમતી નદી પાસે ગયા હતા.

New Update

gnd

અમદાવાદથી દશામાં ની મૂર્તિ વિસર્જન અર્થે કેટલાક શ્રદ્ધાળુઓ ગાંધીનગર સેક્ટર-30 સાબરમતી નદી પાસે ગયા હતા.

અને 12 વર્ષની કિશોરી અચાનક ડૂબવા લાગતા તેને બચાવવા અન્ય ચાર લોકો પણ પાણીમાં કુદયા હતા. પરંતુ ઊંડા પાણીમાં બાળકી સહિત ત્રણ વ્યક્તિ ડૂબી જતા મોત થયા હતા. જ્યારે અન્ય બે વ્યક્તિને સ્થાનિકોએ બચાવી લીધા હતા. બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. 
ફાયર વિભાગની ટીમ દ્વારા ત્રણેય લોકોના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં મળતી માહિતી મુજબ મૃતકોમાં બાર વર્ષની યુવતીનું નામ પૂનમ પ્રજાપતિ જ્યારે અન્ય બે વ્યક્તિનું અજય વણઝારા અને ભારતીબેન પ્રજાપતિ હોવાનું જાણવા મળ્યું હતું. હાલ પોલીસની ટીમ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Latest Stories