/connect-gujarat/media/media_files/2025/06/29/aadipur-2025-06-29-22-14-20.jpg)
આદિપુર પોલીસના જણાવ્યા મુજબ, તા. ૨૬/૬ના સાંજના ૭:૩૦થી ૭:૪૫ વાગ્યાના અરસામાં અંજાર પંથકમાં રહેતી કિશોરી એક કિશોર સાથે મોપેડ પર શનિદેવ મંદિરથી શિણાય તરફ જતા હતા. ત્યારે રસ્તામાં બે અજાણ્યા ઇસમોએ તેને આંતરીને પોલીસ સ્ટેશનમાં લઈ જવાની ધમકી આપી હતી.
બાદ, તેમાંથી એક આરોપી પોલીસ સ્ટેશનમાં લઈ જવાના બહાને કિશોરીને મોપેડમાં બેસાડી અપહરણ કરી, રસ્તામાં કોઇ ટેકરા જેવી જગ્યાએ લઈ ગયો હતો.જ્યાં દુસ્કર્મ આચરવામાં આવ્યુ હતુ ઘટના બાદ પીડિતાએ પરિવારજનોને જાણ કરતાં પરિવારે હિંમત દાખવી પોલીસ ફરિયાદ નોંધાવવાનો નિર્ણય કરતાં ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી. આ બનાવમાં મહેશ ઉર્ફે ડાભલો મોતીભાઈ કોલી, સંદીપભાઈ ઘનશ્યામગર ગુસાઈ ની ધરપકડ કરવામાં આવી છે.