વડોદરાઃ રહેણાંક વિસ્તારમાં 12 ફૂટ લાંબો મગર આવી ચઢ્યો,મહામહેનતે પકડી વન વિભાગને સોંપાયો

New Update

વડોદરામાં રહેણાંક વિસ્તારોમાં વારંવાર મગરો આવી જતા હોવાના બનાવો બનતા હોવાથી નદી કિનારાની આસપાસ રહેતા લોકોમાં ભારે દહેશતનો માહોલ જોવા મળતો હોય છે.વડોદરાના કલાલી વિસ્તારમાં ગઇ રાતે આવી જ રીતે એક મહાકાય મગર રહેણાંક વિસ્તારમાં આવી ગયો હતો.જે મકાન પાસે મગર આવ્યો તેમાં બાળકો સાથે દંપતી રહેતું હોઇ તેઓ ગભરાઇ ગયા હતા.

પરિવારે નજીકમાં રહેતા મનિષભાઇને જાણ કરતાં તેઓ કાર્યકરો સાથે આવી ગયા હતા અને ૧૨ ફુટના મગરનું રેસ્ક્યૂ કરી ફોરેસ્ટ વિભાગને સોંપ્યો હતો.પકડાયેલા મગરની પૂંછડીનો એક ફુટ જેટલો ભાગ કપાયેલો હતો.જેથી મગરો વચ્ચે ફાઇટને કારણે તેની પૂંછડી કપાઇ હોવાની આશંકા સેવાઇ રહી છે.