Connect Gujarat
ગુજરાત

વડોદરા શહેર ભાજપા દ્રારા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાનુ કરાયુ ભવ્ય સ્વાગત

કોરોના મહામારીમાં વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશનનું કામ ખૂબ સરાહનાપૂર્ણ રહ્યું છે : જે.પી નડ્ડા

વડોદરા શહેર ભાજપા દ્રારા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાનુ કરાયુ ભવ્ય સ્વાગત
X

આજરોજ વડોદરા ખાતે જગતગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના 545 માં પાદુર્ભાવ ઉત્સવ નિમિત્તે વૈષ્ણવાચાર્ય પૂ. પ.ગો 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી ની અધ્યક્ષતામાં એક વિરાટ વાહન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં રેલીના ઉદ્ઘાટક તરીકે ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ માન.જે પી નડ્ડા અને સાથે કાર્યક્રમમા અતિથિ વિશેષ તરીકે ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી. આર.પાટીલની ઉપસ્થિત રહ્યા હતા. સાંજે ચાર વાગે વડોદરા સ્થિત હરણી એરપોર્ટ ઉપર તેઓ આવી પહોચ્યા હતા. જ્યા પ્રદેશ મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટ ,મેહસુલ મંત્રી શરાજેન્દ્રભાઈ ત્રિવેદી તથા વડોદરા શહેર અધ્યક્ષ ડો.વિજયભાઈ શાહ રાજયના મંત્રી મનીષાબેન વકીલ, સાંસદ રંજનબેન ભટ્ટ મેયર કેયુરભાઈ રોકડીયા,ધારાસભ્ય જીતેન્દ્રભાઈ સુખડિયા, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રીમતી સીમાબેન મોહિલે તથા શહેરના હોદેદારો કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કર્યુ હતુ.

વડોદરા હરણી એરપોર્ટ ખાતે માન્. જે.પી.નડ્ડા માનનીય સી.આર.પાટીલજી, સાજે આવી પોહચતા તેમનુ ભવ્ય સ્વાગત ભાજપાના આગેવાનો દ્રારા કરાયુ હતુ. ત્યાર બાદ રાષ્ટ્રીય અધ્યક્ષ તથા પ્રદેશ અધ્યક્ષ માંજલપુર સ્થિત વ્રજધામ હવેલી એ પહોંચ્યા હતા. વ્રજધામ હવેલી ખાતે શ્રી નડ્ડા, સી. આર. પાટી સાથે પ્રદેશ મહામંત્રી રત્નાકર જી અને પ્રદેશ મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટ, મેહસુલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, કેબિનેટ મંત્રી પ્રદિપભાઈ પરમાર રાજ્યના મંત્રી શ્રીમતી મનીષાબેન વકિલ સાંસદ શ્રીમતી રંજનબેનભટ્ટ, મેયર કેયુરભાઈ રોકડીયા સહિત ઉપસ્થિત સૌ આગેવાનોની હાજરીમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા સાથે વૈષ્ણવાચાર્ય શ્રી વ્રજકુમાર જી એ આધ્યત્મિક વાર્તાલાપ કર્યો હતો.

ત્યારબાદ નવલખી કમ્પાઉન્ડ ખાતે ઉપસ્થિત રહી બાઇક રેલીનું પ્રસ્થાન કરાવયુ હતુ.જ્યા ઉપસ્થિત જન મેદનીને સંબોધતા રાષ્ટ્રીય અધ્યક્ષ માન્ય જે પી નડ્ડાએ જણાવ્યું હતું કે vyo ની 18 દેશોમાં અને ભારતમાં ૬૦ જેટલી સંસ્થાઓ ચાલે છે કે જે સમાજ સેવાનું કામ કરે છે. Vyo સંસ્થાએ અંધજનો એક લાખ જેટલી સ્માર્ટ સ્ટીક આપી સમાજસેવાનું અદ્ભુત કામ કર્યું છે. ગરીબ લોકોના શિક્ષણમાં, ગરીબ કન્યાઓને કન્યાદાન પણ vyo સંસ્થા કરે છે. કોરોના મહામારી માં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન સંસ્થાએ અદભુત અને સરાહનીય કામ કર્યું છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીજીના વિકાસ કાર્યોને પણ બિરદાવ્યા હતા. કાર્યક્રમના અંતે વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશનના યુવાનોની બાઇક રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું.

Next Story