Connect Gujarat
ગુજરાત

વલસાડ : આછવણીના પ્રગટેશ્વરધામ મંદિરે 108 કુંડી શ્રીરામ યજ્ઞ સંપન્ન...

વલસાડ જિલ્લાના પ્રગટ પ્રગટેશ્વર મહાદેવ મંદિર આછવણીના ધર્માચાર્ય પરભુદાદા અને રમાબાના સાનિધ્‍યમાં સુપ્રસિધ્‍ધ જલારામબાપાના વીરપુર ધામમાં માવતર વૃદ્ધાશ્રમના પટાંગણમાં ૧૦૮ કુંડી શ્રીરામ યજ્ઞ ભક્‍તિભાવપૂર્વક સંપન્ન થયો હતો

વલસાડ : આછવણીના પ્રગટેશ્વરધામ મંદિરે 108 કુંડી શ્રીરામ યજ્ઞ સંપન્ન...
X

વલસાડ જિલ્લાના પ્રગટ પ્રગટેશ્વર મહાદેવ મંદિર આછવણીના ધર્માચાર્ય પરભુદાદા અને રમાબાના સાનિધ્‍યમાં સુપ્રસિધ્‍ધ જલારામબાપાના વીરપુર ધામમાં માવતર વૃદ્ધાશ્રમના પટાંગણમાં ૧૦૮ કુંડી શ્રીરામ યજ્ઞ ભક્‍તિભાવપૂર્વક સંપન્ન થયો હતો. યજ્ઞના આગલા દિવસે વીરપુર ખાતે ભગવાન સત્‍યનારાયણની કથા પણ કરવામાં આવી હતી.

યોગીધામ, સમઢીયાળા-૧, (બોટાદ) યુગ દિવાકર સંત પૂ. નિર્મલસ્‍વામીજીએ ધર્માંચાર્ય પરભુદાદાને જીવ-પ્રાણી માત્રની નિઃસ્‍વાર્થ સેવા તથા લૌલિક જીવનની ઉત્‍થાનપ્રદ વિશિષ્‍ટ પ્રવૃત્તિ પ્રતિ સમર્પિત માનવતાના તેજપુંજ સમાન પ્રેરણામૂર્તિ ગણાવી સેવાભૂષણ એવોર્ડ એનાયત કરવામાં આવ્‍યો હતો. યજ્ઞ સ્‍થળ માવતર વૃદ્ધાશ્રમ-વીરપુર ખાતે ધજારોહણ કરી ભગવાન શ્રીરામ તેમજ જલારામબાપાને અને માતા વિરબાઈના જન્‍મસ્‍થળ આટકોટ ખાતે ધજારોહણ કરી વિરબાઈને યજ્ઞમાં ઉપસ્‍થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્‍યું હતું. ધર્માચાર્ય પરભુદાદા, રમાબા તેમજ પ્રગટ પ્રગટેશ્વર સેવા સમિતિ-આછવણી દ્વારા જલારામધામ ખાતેના ભિક્ષુકોને તેમજ જલારામબાપાના દર્શને આવેલી ૨૨ જેટલી વિધવા બહેનોને ઠંડીથી રક્ષણ મળી રહે તે હેતુસર ગરમ ધાબળાનું વિતરણ કરાયું હતું, જ્‍યારે માવતર વૃદ્ધાશ્રમમાં રહેતી મહિલાઓને સાડી તેમજ ભાઈઓને પેન્‍ટ-શર્ટના કાપડનું વિતરણ કરાયું હતું.

આ શુભ અવસરે ધર્માંચાર્ય પરભુદાદાએ ભગવાન જલારામબાપા સૌની ઉપર અમી દ્રષ્‍ટિ રાખી સૌનું કલ્‍યાણ કરે તેવા શુભ આશીર્વાદ પાઠવતાં જણાવ્‍યું હતું કે, જલારામબાપાએ સૌને રોટલો અને ઓટલો આપ્‍યો જેથી ભગવાનને તેમની પાસે માંગવા માટે આવવું પડયું હતું. આપણે સૌ ભગવાન પાસે માંગીએ છીએ, પણ ભગવાન જેમની પાસે માંગે એવા જલારામબાપાના પવનધામમાં આપણે શ્રીરામ યજ્ઞ કરી ભગવાનને પ્રસન્ન કરી દીધા છે, જેનું ફળ આ યજ્ઞમાં ભાગ લેનારને અવશ્‍ય મળશે. આપણા અનેક જન્‍મના પુણ્‍યના પ્રતાપે આપણે અહીં મળી શક્‍યા છીએ. આ વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધો તેમના પુણ્‍ય પ્રતાપે આ યજ્ઞમાં સહભાગી બન્‍યા છે.

Next Story