વલસાડ જિલ્લામાં તા. ૨૬મી ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા આયોજીત ગુજરાત વહિવટી સેવા વગ વર્ગ-૧, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-૧/૨ અને ગુજરાત નગર લીકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-૨ની યોજાનારી પરીક્ષા સંદર્ભે જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષપણા હેઠળ કલેક્ટર કચેરી-વલસાડના સભાખંડમાં સંબધિત વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાય હતી.
સમગ્ર બેઠક દરમ્યાન જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેએ પરીક્ષાર્થીઓ શાંત અને નિર્ભિક વાતાવરણમાં પરીક્ષા આપી શકે, તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે અધિકારીઓને સુચારું આયોજન કરવા માટે સૂચન કર્યુ હતું. પરીક્ષાના સરળ સંચાલન માટે પરીક્ષાલક્ષી સુચારૂ આયોજન કરી પરીક્ષાની તમામ કામગીરી તટસ્થ રીતે કરવાની સંબંધિત તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.