વલસાડ : ધનોત પનોત થયેલી ડાંગરની ખેતીનો સર્વે કરાયો, 33%થી વધુ પાક નુકશાની : ખેતીવાડી વિભાગ

વલસાડ જિલ્લામાં અતિવૃષ્ટિ અને વાવાઝોડાના પગલે ડાંગરના પાકને ભારે નુકશાન થયું છે, ત્યારે ખેતીવાડી વિભાગ દ્વારા 16 ટીમો બનાવી પાક નુકશાનીનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે.

New Update

સમગ્ર જિલ્લામાં વરસ્યો હતો ભારે પાછોતરો વરસાદ

અતિવૃષ્ટિ-વાવાઝોડાના પગલે ડાંગરના પાકને નુકશાન

ખેતીવાડી વિભાગે 16 ટીમ બનાવી નુકશાનીનો સર્વે કર્યો

33%થી વધુ પાક નુકશાની થઈ હોવાનું બહાર આવ્યું

2,282 ખેડૂતોને આર્થિક આફતનો સામનો કરવો પડ્યો

વલસાડ જિલ્લામાં અતિવૃષ્ટિ અને વાવાઝોડાના પગલે ડાંગરના પાકને ભારે નુકશાન થયું છેત્યારે ખેતીવાડી વિભાગ દ્વારા 16 ટીમો બનાવી પાક નુકશાનીનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે. જેમાં 1,060 હેક્ટરમાં 33%થી વધુ પાક નુકશાની થઈ હોવાનું બહાર આવ્યું છે.

વલસાડ જિલ્લામાં ચાલુ વર્ષે 75 હજાર હેકટરમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં વરસાદ સાનુકૂળ અને પ્રમાણસર થતાં ધરતીપૂત્રોમાં આનંદની લાગણી છવાઇ હતી. પરંતું ખાસ કરીને પાછોતરા ધોધમાર વરસાદે ડાંગરના ઉભા પાકને વ્યાપક નુકસાન કરતાં રાત-દિવસ ભારે પરિશ્રમતડકોવરસાદ જોયા વિના ખેતી કરતાં ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. તો બીજી તરફસરકારે ખેતીવાડી વિભાગને સરવેનો આદેશ કરતાં વલસાડ જિલ્લા ખેતીવાડી તંત્રએ 16 ટીમને કામે લગાડતાં 21 ઓક્ટોબર સુધીમાં 2308 હેકટરમાં સર્વે થતાં 2282 જેટલા જિલ્લા વિવિધ તાલુકાના ખેડૂતોના 1060 હેકટર ડાંગરના પાકને ભારે નુકસાન થયું હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. ચાલુ વર્ષે નવરાત્રિ બાદ પણ ચોમાસાની ઋતુ જાણે નવેસરથી બેસી હોય તેવું મેઘરાજાએ વાતાવરણ ઉભું કરી દીધું હતું. ચોમેર વરસાદ થતાં ખેડૂતોની ઉંઘ હરામ થઇ ગઇ હતી. જિલ્લામાં ડાંગરનો પાક કાપણીની અવસ્થામાં હતોત્યારે જ વાવાઝોડા સાથે ધોધમાર વરસાદી વાતાવરણને લઇ ડાંગરનો પાક પડી જતાં હવે નવેસરથી ડાંગરના છોડ ઉગી નિકળ્યા છે. 75 હેકટરમાં થયેલા પાકને પ્રતિકૂળ અસર પહોંચતાં અત્યાર સુધી 2023 હેકટરમાં સર્વે હાથ ધરાયો હતો. જેમાં અત્યાર સુધી 1060 હેકટરમાં ભારે નુકસાન થતાં ખેડૂતોની હાલત કફોડી બની છે.

વલસાડ જિલ્લામાં કાપણીના સમયે જ વરસાદે બાજી બગાડી નાંખતાં સરકારની સૂચના હેઠળ ખેતીવાડી વિભાગને સરવે હાથ ધરવા સૂચના આપી હતી. જે કામગીરી માટે જિલ્લા ખેતીવાડી અધિકારીની સૂચના હેઠળ જિલ્લાના 466 રેવન્યુ ગામો પૈકી 174 ગામમાં સરવે હાથ ધરાયું હતું. જેમાં અત્યાર સુધી 33 ટકાથી વધુ 1,060 હેકટરમાં નુકશાન થયાનું બહાર આવ્યું છે. વલસાડ જિલ્લામાં પાછોતરા અને ભારે વરસાદે ડાંગરની ખેતીનો ધનોત પનોત કરી નાખતા સરકારના નિયમ મુજબ પાકને થયેલા નુકસાનના સર્વે કાઢતાં 21 ઓક્ટોબર સુધીમાં જિલ્લામાં કુલ 2,282 ખેડૂતોને આર્થિક આફતનો સામનો કરવો પડ્યો છે. આ સાથે જ વલસાડ જિલ્લામાં ડાંગરના પાકમાં જે પ્રમાણે નુકશાની સામે આવી છેજેને લઈને વલસાડ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પ્રમુખ દ્વારા એક ઠરાવ પસાર કરવામાં આવ્યો છેજેમાં તાત્કાલિક ધોરણે નુકશાનીનો સર્વે કરવામાં આવે અને સરકાર દ્વારા ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે તે અંગે સર્વાનુમતે ઠરાવ પાસ કરવામાં આવ્યો હતો.

 

Latest Stories