New Update
વલસાડના ધરાસણાનો બનાવ
ટ્રકચાલકો અને સ્થાનિકો વચ્ચે મારામારી
છુટ્ટાહાથની મારામારીના દ્રશ્યો સામે આવ્યા
ઓવરલોડ ટ્રકના કારણે અકસ્માતનો ભય
પોલીસે પરિસ્થિતિ પર મેળવ્યો કાબુ
વલસાડના ધરાસણામાં સ્થાનિકો અને ટ્રક ચાલકો વચ્ચે મારામારી થઈ હતી જેના કારણે વાતાવરણ ગરમાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો
વલસાડના ધરાસણામાં સ્થાનિકો અને ટ્રક ચાલકો વચ્ચે બબાલના દ્રશ્યો સામે આવ્યા છે.રેતી ભરેલી બેફામ દોડતી ટ્રકોના ચાલકની દાદાગીરીને કારણે માથાકૂટ થઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે જેમાં ગામ લોકો ટ્રક ચાલકો અને માલિક વચ્ચે મારામારી થઈ હતી.ઘટના સ્થળે ઝપાઝપી અને મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હતા.અંતરિયાળ વિસ્તારમાં રેતી ભરેલી બેફામ દોડતી ટ્રક ચાલકોની દાદાગીરીને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો કગે.
ચેકિંગથી બચવા ટ્રક ચાલકો ગામમાંથી ટ્રક બેફામ પણ દોડાવતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.બનાવની જાણ થતાની સાથે જ ખાણખનીજ વિભાગના અધિકારીઓ અને પોલીસ કાફલાએ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો
Latest Stories