Connect Gujarat
ગુજરાત

વલસાડ : સંકલન-ફરિયાદ નિવારણ સમિતિની બેઠક મળી, સંબધિત વિભાગની કાર્યવાહી અંગે સમીક્ષા કરાય

વલસાડ જિલ્લામ સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક વલસાડ કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગરની અધ્યરક્ષતામાં યોજાઇ હતી

વલસાડ : સંકલન-ફરિયાદ નિવારણ સમિતિની બેઠક મળી, સંબધિત વિભાગની કાર્યવાહી અંગે સમીક્ષા કરાય
X

વલસાડ જિલ્લામ સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક વલસાડ કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગરની અધ્યરક્ષતામાં યોજાઇ હતી. બેઠકના અધ્યિક્ષસ્થારનેથી જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લા ના સંબધિત ધારાસભ્યો્ના પ્રશ્નોની જે રજૂઆતો હતી તે રજૂઆતો બાબતે સંબધિત વિભાગના અધિકારીએ કરેલ કાર્યવાહીની સમીક્ષા કરી હતી. જો પ્રશ્ન એકથી વધુ વિભાગોને સ્પકર્શતો હોઇ તો સંબધિત પરસ્પાર વિભાગોના અધિકારીઓએ સંકલન કરી ત્વવરિત નિકાલ લાવવા માટે જરૂરી કાર્યવાહી કરવાની સૂચના આપી હતી.

કપરાડા તાલુકાના ધારાસભ્યા જીતુભાઇ ચૌધરીના તા. ૦૧/૦૪/૨૦૧૯થી તા. ૩૧/૦૩/૨૦૨૧ સુધી કપરાડા તાલુકામાં વારસાઇ એન્ટ્રી , હક કમીની એન્ટ્રી સીધી લીટીના વારસાઇ એન્ટ્રી , આડી લીટીના વારસાઇ એન્ટ્રી ની વિગતવાર વર્ષવાઇઝ એન્ટ્રીવ પાડવા માટેની રજૂઆત હતી. જે બાબતે મામલતદાર કપરાડા દ્વારા કપરાડા તાલુકામાં ઇ-ધરામાં ધારાસભ્ય ની રજૂઆતને આધારે તા. ૩૧/૦૩/૨૦૨૧ સુધીમાં ૧૩૬૯ હક કમી આધારે કુલ ૩૬ તથા વિલનામાના આધારે કુલ ૧૭ નોંધો પાડવામાં આવી હતી. આ વારસાઇ નોંધો પૈકી ૧૩૨૮ નોંધો મંજૂર અને ૪૧ નોંધો નામંજૂર કરવામાં આવી હતી. હક કમીની નોંધો પૈકી ૨૫ નોંધો મંજૂર અને ૧૧ નોંધો નામંજૂર કરવામાં આવી તથા વિલનામાની નોંધો પૈકી ૩ નોંધો મંજૂર અને ૧૪ નોંધો નામંજૂર કરવામાં આવી હતી. કપરાડા તાલુકામાં ઘર થાળના ગામ વાઇઝ ૧૦૦ ચો. મીટરના પ્લોવટ ફાળવવાના જવાબમાં તાલુકા વિકાસ અધિકારી કપરાડા દ્વારા ઘામણવેલ-૩, જીરવલ-૨, કાકડકોપર-૧, વડખંભા- ૬ નો સમાવેશ કરવામાં આવ્યોં છે. અંબાચ ગામે ૯ એલ ગોઇમા જતી બ્રાન્ચિ કેનાલુ નહેરનું સિંચાઇ પાણી કેનલમાં ન આવવા બાબતના પ્રશ્નના સંદર્ભે દમણગંગા નહેર વિભાગના બલીઠાના કાર્યપાલક ઇજનેરને જરૂરી કાર્યવાહી કરવા માટે જણાવ્યુંન હતું. અંબાચ ગામે ગુજરાત ગેસના ઘર દીઠ કનેકશન બાબતે ગુજરાત ગેસ લી. દ્વારા અત્યા્ર સુધી ૧૦૯ ગેસ કનેકશન કાર્યરત કરવામાં આવ્યાે છે અને ૬૩ ગેસ કનેકશન આપવાના બાકી છે, આ ૬૩ ગેસ કનેકશન આપી શકાય એમ છે જે ચાલુ નાણાંકીય વર્ષમાં આપવામાં આવશે. જ્યાેરે બાકીના ૪૦ કનેકશન નેટવર્કનો વધારો કરવાનો હોવાથી અને ગ્રાહકોની ઇચ્છાય ન હોવાના કારણે આપી શકાય તેમ નથી તેમ જણાવેલ છે. કપરાડા તાલુકામાં એસ.ટી. બસના વર્ષ ૨૦૧૭થી તા. ૩૧/૦૩/૨૦૨૧ સુધી વર્ષ વાઇઝ કેટલા રૂટ હતા તે બાબતે વિભાગીય નિયામક એસ.ટી. વલસાડ દ્વારા વર્ષ ૨૦૧૭-૧૮માં સરેરાશ ૬૫ રૂટ અને ૨૨૧ ટ્રીપ સંચાલનમાં હતી. વર્ષઃ- ૨૦૧૯-૨૦ માં સરેરાશ ૫૮ રૂટ અને ૧૯૪ ટ્રીપ સંચાલનમાં હતી. અને વર્ષઃ- ૨૦૨૧ માં ૪૬ રૂટ અને ૧૪૨ ટ્રીપ સંચાલનમાં છે, એમ જણાવેલ છે. વલસાડ જિલ્લામમાં ટ્રાયબલ વિભાગ દ્વારા આદિવાસી વિસ્તામરમાં છેલ્લા પાંચ વર્ષમાં કેટલી નવી બસો મળેલ છે તેના જવાબમાં વિભાગીય નિયામક એસ.ટી. વલસાડ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં આદિવાસી વિસ્તાયરની સુવિધા માટે વલસાડ-સુથારપાડા, ધરમપુર-વાપી ચોકડી તેમજ ધરમપુર-વાંસદા નવીન મેટ્રો લીન્કડ બસ શરૂ કરવામાં આવી છે. તેમજ વધુમાં આદિવાસી વિસ્તારરોમાં મોહનાકાવચાલી, અંધારપાડા, અરણાઇ, કરજુન, પાંડવખડક, ટીટુમાળ, તીસ્કમરી ગામે નવીન સર્વિસોનું સંચાલન કરવામાં આવ્યુંસ છે, તેમ જણાવેલ છે. કોચરવા ગામે બુલેટ ટ્રેનમાં સંપાદન થયેલી જમીન તથા ઘર બાબતે ખેડૂત ખાતેદારને વળતર બાબતે સક્ષમ સત્તાધિકારી જમીન સંપાદન અને પ્રાંત અધિકારી વલસાડ દ્વારા જમીન સંપાદન અધિનિયમ-૨૦૧૩ ની જોગવાઇ હેઠળ વળતર ચૂકવવામાં આવ્યું છે તેમ જણાવેલ છે.

વલસાડના ધારાસભ્ય ભરત પટેલના વલસાડ તાલુકાના ધરાસણા ગામે ક્ષાર નિયંત્રણ ભંડારો (ટાઇડલ રેગ્યુેલેટર) માટે સરકારએ રૂપિયા ૫ કરોડની વહીવટી મંજૂરી વર્ષ ૨૦૧૭માં આપી મંજૂર કરેલ છે. આ ટાઇડલ રેગ્યુરલેટરથી ધરાસણા, છરવાડા, ચીખલા અને ડુંગરી ગામોને ખારા પાણીથી બચાવ અને મીઠા પાણીનો સ્ટોછક રહે તે માટે વહીવટી મંજૂરી આપવામાં આવી છે. જેના જવાબમાં ડી.આઇ.એલ.આર. વલસાડ દ્વારા જણાવેલ છે કે, સોલ્ટમ વિભાગના કર્મચારીઓ સાથે માપણી કરવાની થતી હોઇ તેમની હાજરીમાં જ માપણી કરી જરૂરી કાર્યવાહી કરવા જણાવેલ છે. વલસાડ નગરપાલિકા હસ્ત કના મોગરાવાડી તળાવ જળસંચય હેઠળ ઊંડુ કરવા મંજૂર કરાયું હતું, પરંતુ સ્થજળ ઉપર તળાવ ઊંડુ કરી તળાવના અમુક ભાગમાં પુરાણ કરી દીધું છે. જે બાબતે ચીફ ઓફિસર નગરપાલિકા વલસાડ દ્વારા જણાવેલ છે કે, આ અંગેની મંજૂરી નગરપાલિકા વલસાડ દ્વારા આપવામાં આવી નથી. આ કામગીરી દમણગંગા નહેર સંશોધન વિભાગ હસ્તરકની જે એજન્સીવ દ્વારા કરવામાં આવે છે તેને પુરાણ કરેલ માટીને ઉપાડી લેવાની સૂચના આપવામાં આવી છે એમ જણાવેલ છે. હનુભાન ભાગડા ખાતે ડ્રેનેજનું દુર્ગંધ મારતું ગંદુ પાણી છોડવામાં આવે છે, તે બાબતે વલસાડ નગરપાલિકા દ્વારા દોડિયા ટેકરા ખાતે ડ્રેનેજ પંપિંગ સ્ટે શન દ્વારા મોટર/પંપસેટ ફીટિંગ કરી હાલમાં જ એસ.ટી.પી. પ્લાટન્ટ્ શરૂ કરવામાં આવ્યોફ છે. પાણીમાં લીલ જામી ગઇ છે જેને બ્લીયચીંગ પાવડર નાંખી સફાઇ કરવામાં આવી છે. અને આ ડ્રેનેજ પંપિંગ સ્ટેોશન કાર્યરત થવાથી આ પ્રશ્નનો કાયમી ઉકેલ આવી જશે, તેમ જણાવેલ છે. ધરમપુરના ધારાસભ્ય્ અરવિંદ પટેલના જેટકો દ્વારા ધરમપુર તાલુકાના મનાઇચોંઢી, તિસ્કકરી તલાટ ખાતે પાવર હાઉસના કાર્યરત થવા બાબતના પ્રશ્ન બાબતે કાર્યપાલક ઇજનેર જેટકો નવસારી દ્વારા આ બાબતે કામગીરી કરવામાં આવી રહી છે તેમ જણાવ્યુંે હતું. ભાગ-૨ માં નિવૃત્ત થયેલ તથા અવસાન પામેલ કર્મચારીઓના પેન્શંન કેસ તૈયાર કરવા, આગામી ૨૪ માસમાં નિવૃત્ત થનારા કર્મચારીઓના પેન્શપન કેસો તૈયાર કરવા, ખાતાકીય તપાસના કેસો, માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ હેઠળ અરજીઓના નિકાલ બાબત તથા જન-મન અભિયાનના કાર્યક્રમ રજૂ થતી ફરિયાદોના અહેવાલ બાબતેની જિલ્લા વિકાસ અધિકારીએ સમીક્ષા હાથ ધરી હતી. જેમાં દરેક વિભાગને કર્મચારીઓના નિવૃત્તિના અને પેન્શકન કેસો સમય મર્યાદામાં તૈયાર કરવા, માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ હેઠળ આવતી અરજદારોની અરજીઓનો સમય મર્યાદામાં નિકાલ કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લાા પંચાયત પ્રમુખ અલકા શાહ, પારડી ધારાસભ્યલ કનુ દેસાઇ, નિવાસી અધિક કલેકટર એન.એ.રાજપૂત, પ્રાયોજના વહીવટદાર બી.કે.વસાવા, નાયબ પોલીસ અધિક્ષક મનોજ શર્મા, વલસાડ, ધરમપુર અને પારડીના પ્રાંત અધિકારીઓ તેમજ અમલીકરણ અધિકારીઓ હાજર રહયા હતા.

Next Story