Connect Gujarat
ગુજરાત

વલસાડ : મુખ્યયમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત અનાથ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું

વલસાડ : મુખ્યયમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત અનાથ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું
X

ગુજરાત રાજયના મુખ્યબમંત્રી વિજય રૂપાણી દ્વારા ગાંધીનગરથી વીડિયો કોન્ફતરન્સાના માધ્યનમથી કોવિડ-૧૯ મહામારીના સમગગાળા દરમિયાન અનાથ બનેલા બાળકોને આર્થિક સહાયના રૂપે મુખ્યંમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત રાજયના અનાથ બાળકોને ડી.બી.ટી.ના માધ્યનમથી પ્રતિ બાળક દીઠ રૂા. ૪૦૦૦/-ની સહાય કરી હતી, જેનો આજરોજ વર્ચ્યુંઅલ કાર્યક્રમ યોજાયો હતો.

કોવિડ-૧૯ મહામારીમાં રાજયના જે બાળકોના માતા અને પિતા બંન્નેનું અવસાન થયેલ છે આવા બાળકોના ભરણપોષણ, શિક્ષણ, આરોગ્ય્ અને સ્વિરોજગારી માટે તાલીમ, લોન અને સહાય આપવા માટે રાજયના સંવેદનશીલ મુખ્યરમંત્રીશ્રી દ્વારા બાળ સેવા યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત ૦થી ૧૮ વર્ષ સુધીના જે બાળકોના માતા અને પિતા બંન્નેનું કોરોના દરમિયાન અવસાન થયું હોય તેવા બાળકોને રાજયના સામાજિક અને ન્યાંય અધિકારિતા વિભાગ દ્વારા બાળકના પાલક માતા-પિતાને આ યોજના અંતર્ગત આર્થિક સહાય પેટે માસિક રૂા. ૪૦૦૦/-ની સહાય દર માસે ડી. બી. ટી.ના માધ્ય્મથી કરવામાં આવશે. ત્યાનરબાદ જો બાળક વધુ અભ્યાીસ ચાલુ રાખશે તો તેમનો અભ્યા્સ પૂર્ણ થાય અથવા ૨૪ વર્ષની ઉંમર પૂરી થાય ત્યાંસ સુધી તેમને આફટર કેર યોજના હેઠળ લાભ આપવામાં આવશે. આ ઉપરાંત તેમને મળવાપાત્ર સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ પણ આવા બાળકોને આપવામાં આવશે.

આ અવસરે વલસાડ કલેકટર કચેરી ખાતે વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ અલકા શાહ, વલસાડના સાંસદશ્રી ર્ડા. કે.સી.પટેલ, પારડીના ધારાસભ્ય. કનુ દેસાઇ, કલેકટર ક્ષિપ્રા અગ્રે, વલસાડ જિલ્લા બાળ કલ્યાનણ સમિતિના અધ્યીક્ષ સોનલ સોલંકીએ વલસાડ જિલ્લાના અનાથ થયેલા ૨૬ બાળકોને ડી.બી.ટી.ના માધ્યસમથી પેમેન્ટા રૂપે બાળક દીઠ રૂા. ૪૦૦૦/-ની સહાય અને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા બાળ કલ્યાોણ સમિતિના સભ્યોસ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી જાસ્મીાન પંચાલ, તેમજ બાળ સુરક્ષા વિભાગના કર્મચારીઓ હાજર રહયા હતા.

Next Story