વલસાડ: બિનવાડા ગામમાં એક્સપ્રેસ હાઈવેનું કામ અટકાવતા ખેડૂતો,વળતર ન મળતા કર્યો વિરોધ

વલસાડના બિનવાડા ગામ ખાતે ખેડૂતો દ્વારા એક્સપ્રેસ હાઇવેનું કામ અટકાવીને વિરોધ કર્યો હતો.છેલ્લા ઘણા સમયથી જમીનનું  વળતર ન ચુકવવામાં આવતા ખેડૂતોએ કામગીરી અટકાવીને વિરોધ કર્યો હતો.

New Update
  • એક્સપ્રેસ હાઇવેની કામગીરી અટકાવતા ખેડૂતો

  • બિનવાડા ગામના ખેડૂતોનો વિરોધ

  • જમીન સંપાદન બાદ એવોર્ડ જાહેર કર્યા હતા

  • વળતર ન ચુકવતા ખેડૂતોમાં આક્રોશ

  • વળતર ન ચૂકવાય ત્યાં સુધી ખેડૂતો કરશે વિરોધ

Advertisment

વલસાડના બિનવાડા ગામ ખાતે ખેડૂતો દ્વારા એક્સપ્રેસ હાઇવેનું કામ અટકાવીને વિરોધ કર્યો હતો.છેલ્લા ઘણા સમયથી જમીનનું  વળતર ન ચુકવવામાં આવતા ખેડૂતોએ કામગીરી અટકાવીને વિરોધ કર્યો હતો.

વલસાડ જિલ્લામાંથી પસાર થનાર સૂચિત મુંબઈ વડોદરા એક્સપ્રેસ હાઈવેને લઈને જિલ્લા માંથી ઘણી જમીનનું સંપાદન કરવામાં આવ્યું હતું.અને જમીન સંપાદન કર્યા બાદ એવોર્ડ પણ જાહેર કરાયા હતા.પરંતુ ઘણા ખેડૂતોને આ એવોર્ડથી વંચિત રહેવાનો વારો પણ આવ્યો હતો. ખેડૂતો દ્વારા જિલ્લા કલેકટરથી લઈ અનેક વાર વડી કચેરીના ધક્કા ખાવાનો વારો પણ આવ્યો હતો.

વલસાડના  બિનવાડા ગામ ખાતે પણ ઘણા ખેડૂતોને આ એવોર્ડ ન મળતા આજરોજ તેમના દ્વારા મોટી સંખ્યામાં ભેગા મળી એક્સપ્રેસ હાઈવેની કામગીરી અટકાવી હતી.ખેડૂતો સાથે વાતચીત કરતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓ ઘણા સમયથી વળતરની માંગ કરી રહ્યા છે.પરંતુ કોઈ પણ અધિકારી કે કર્મચારી દ્વારા કોઈપણ યોગ્ય જવાબ નથી આપવામાં આવતો,જિલ્લા કલેકટરને પણ તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી,પરંતુ યોગ્ય જવાબ ન મળતા તેમના દ્વારા આજરોજ એક્સપ્રેસ હાઈવેની કામગીરીને અટકાવવામાં આવી છે.જ્યાં સુધી વળતર ન મળે ત્યાં સુધી આ કામગીરી ન કરવા દેવા માટે  ખેડૂતો એ ચેતવણી આપી છે.

Latest Stories