વલસાડ : ચણવઇ ગામે શેરડીના ખેતરમાં લાગી આગ,ખાનગી ઇન્ટરનેટ કંપનીના પાપે આગ લાગી હોવાનો આક્ષેપ

વલસાડ તાલુકાના ચણવઈ દેસાઈવાડમાં ખાનગી ઇન્ટરનેટ ટેક્નિકલ સ્ટાફની બેદરકારીને કારણે એક ખેડૂતનો તૈયાર શેરડીનો પાક બળીને ખાખ થઈ ગયો છે.

New Update
  • ખેડૂતના ઉભા પાકને થયું નુકશાન

  • શેરડીનો પાકમાં લાગી આગ

  • ખાનગી ઇન્ટરનેટ કંપનીના પાપે ખેડૂતને નુકસાન

  • ઇન્ટરનેટનો કેબલ વીજ કેબલ સાથે જોઈન્ટ થતા તણખા ઝર્યા

  • ખેડૂતે કરી ખાનગી કંપની સામે વળતરની કરી માંગ

Advertisment

વલસાડ તાલુકાના ચણવઈ દેસાઈવાડમાં ખાનગી ઇન્ટરનેટ ટેક્નિકલ સ્ટાફની બેદરકારીને કારણે એક ખેડૂતનો તૈયાર શેરડીનો પાક બળીને ખાખ થઈ ગયો છે.ખેડૂતોની મંજૂરી વગર વીજ પોલ પર નાખવામાં આવેલા ઈન્ટરનેટના કેબલના કારણે ઘટના બની હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

વલસાડ તાલુકાના ચણવઈ દેસાઈવાડમાં ખાનગી ઇન્ટરનેટ ટેક્નિકલ સ્ટાફની બેદરકારીને કારણે એક ખેડૂતનો તૈયાર શેરડીનો પાક બળીને ખાખ થઈ ગયો છે.ખેડૂતોની મંજૂરી વગર વીજ પોલ પર નાખવામાં આવેલા ઈન્ટરનેટના કેબલના કારણે ઘટના બની હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.રિપેરિંગ માટે આવેલી ટેક્નિકલ ટીમે વાયર ખેંચતા વીજ લાઈનના વાયર સાથે જોઈન્ટ થયો હતો.આ દરમિયાન તણખા ઝરતા નીચે આવેલા શેરડીના ખેતરમાં આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા 3.5 એકર જમીનમાં ઊભેલો તૈયાર પાક બળીને ખાખ થઈ ગયો હતો.

સ્થાનિક લોકોએ તરત જ ખેડૂત અને ફાયર ફાઈટરની ટીમને જાણ કરી હતી.ખેડૂતે ખાનગી ટીમને શોધીને નુકશાનના વળતરની માંગણી કરી છે.

 

Advertisment
Latest Stories