વલસાડ જિલ્લા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ
જિલ્લા પ્રમુખની વરણી અંગે ભારે વિવાદ
જિલ્લા કોંગ્રેસના 22 હોદ્દેદારોની કમિટીએ કર્યો વિરોધ
કિશન પટેલ ભાજપનો સ્લીપર સેલ હોવાનો આક્ષેપ
કિશન પટેલને દૂર કરવા માટે ઉચ્ચકક્ષાએ રજૂઆત
સમગ્ર બાબતને હાઇકોર્ટ સુધી લઈ જવાની ચીમકી
વલસાડ જિલ્લા કોંગ્રેસમાં જિલ્લા પ્રમુખની નિમણૂકને લઈને આંતરિક વિખવાદ સર્જાયો છે. કિશન પટેલની જિલ્લા પ્રમુખ તરીકેની વરણી સામે સ્થાનિક કોંગ્રેસ કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો છે.
વલસાડ ખાતે કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 22 હોદ્દેદારોની કમિટીએ કિશન પટેલની જિલ્લા પ્રમુખ તરીકેની નિમણૂકનો વિરોધ કર્યો હતો.કાર્યકરોનો આક્ષેપ છે કે સેન્સ પ્રક્રિયામાં કિશન પટેલનું નામ ન હોવા છતાં તેમની વરણી કરવામાં આવી છે. વિરોધ કરનારા નેતાઓએ કિશન પટેલ પર ભાજપના સ્લીપર સેલ તરીકે કામ કરવાનો આરોપ મૂક્યો છે.
જિલ્લા કોંગ્રેસ કમિટીએ પાર્ટીના ઉચ્ચ નેતૃત્વને આ અંગે ફરિયાદ કરી છે. કમિટીએ ચેતવણી આપી છે કે જો કિશન પટેલને હટાવવામાં નહીં આવે તો તેઓ હાઈકોર્ટનો દરવાજો ખખડાવશે. આ વિવાદને કારણે વલસાડ જિલ્લા કોંગ્રેસમાં ભાગલા પડવાની શક્યતા સર્જાઈ છે.