Connect Gujarat
ગુજરાત

વલસાડ : વાપી નગરપાલિકા ચૂંટણીમાં શ્રમયોગીઓને મતદાન માટે રજા આપવા શ્રમ આયુક્‍તનો આદેશ...

વલસાડ જિલ્લાના વાપી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં શ્રમયોગીઓને મતદાન માટે રજા આપવા તેમજ પગાર નહીં કાપવાનો પણ મદદનીશ શ્રમ આયુક્‍ત દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.

વલસાડ : વાપી નગરપાલિકા ચૂંટણીમાં શ્રમયોગીઓને મતદાન માટે રજા આપવા શ્રમ આયુક્‍તનો આદેશ...
X

વલસાડ જિલ્લાના વાપી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં શ્રમયોગીઓને મતદાન માટે રજા આપવા તેમજ પગાર નહીં કાપવાનો પણ મદદનીશ શ્રમ આયુક્‍ત દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.

વલસાડ જિલ્લાના વાપી નગરપાલિકાની સામાન્‍ય ચૂંટણી અંતર્ગત મતદાન તા. ૨૮/૧૧/૨૦૨૧ રવિવારના રોજ સવારના ૦૭.૦૦ વાગ્‍યાથી સાંજના ૦૬.૦૦ વાગ્‍યા સુધી યોજાનાર છે, ત્યારે ત્‍યારે જે તે વિસ્‍તારના ગુજરાત શોપ્‍સ એન્‍ડ એસ્‍ટાબ્‍લીશમેન્‍ટસ (રેગ્‍યુલેશન ઓફ એમ્‍પ્‍લોયમેન્‍ટ એન્‍ડ કંડીશન્‍સ ઓફ સર્વિસ) એક્‍ટ,૨૦૧૯ હેઠળ નોંધાયેલ સંસ્‍થાઓના શ્રમયોગીઓ/કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ખાસ રજા મંજુર કરવાની રહેશે. જે માટે કર્મચારીના પગારમાંથી કોઈ કપાત કરવાની રહેશે નહીં. જે કોઈ માલિક જોગવાઈ વિરૂધ્‍ધનું વર્તન કરશે તો દંડ અને શિક્ષાને પાત્ર રહેશે, એમ મદદનીશ શ્રમ આયુક્‍ત, વલસાડ દ્વારા જણાવાયું છે

Next Story