Connect Gujarat
ગુજરાત

વલસાડ : વાઇબ્રન્‍ટ ગુજરાત સમીટ-2022 સંદર્ભે વાપીના ઉદ્યોગકારોની બેઠક મળી

આગામી તા. ૧૦થી ૧૨ જાન્‍યુઆરી ૨૦૨૨ દરમ્‍યાન ગાંધીનગર ખાતે યોજાનારી વાઈબ્રન્‍ટ ગુજરાત સમીટ-૨૦૨૨ સંદર્ભે વલસાડ જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્રના મેનેજર હાર્દિક જાડેજાની અધ્‍યક્ષતામાં વલસાડ જિલ્લાના વિવિધ ઔદ્યોગિક એસોશીએશનો અને અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે બેઠક યોજાય હતી.

વલસાડ : વાઇબ્રન્‍ટ ગુજરાત સમીટ-2022 સંદર્ભે વાપીના ઉદ્યોગકારોની બેઠક મળી
X

આગામી તા. ૧૦થી ૧૨ જાન્‍યુઆરી ૨૦૨૨ દરમ્‍યાન ગાંધીનગર ખાતે યોજાનારી વાઈબ્રન્‍ટ ગુજરાત સમીટ-૨૦૨૨ સંદર્ભે વલસાડ જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્રના મેનેજર હાર્દિક જાડેજાની અધ્‍યક્ષતામાં વલસાડ જિલ્લાના વિવિધ ઔદ્યોગિક એસોશીએશનો અને અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે બેઠક યોજાય હતી.

વાઈબ્રન્‍ટ સમિટ દરમ્યાન યોજાનારા વિવિધ કાર્યક્રમોની રૂપરેખા હાર્દિક જાડેજાએ પાવરપોઈન્‍ટ પ્રેઝન્‍ટેશનના માધ્‍યમથી ઉપસ્‍થિત ઉદ્યોગકારો સમક્ષ રજુ કરી હતી. આ સમિટમાં ઔદ્યોગિક ક્ષેત્રમાં વધુને વધુ અગ્રણીઓ સામેલ થાય તે માટે www.vitbtartgujarat.com ઉપર વધુમાં વધુ રજીસ્‍ટ્રેશન કરવા અનુરોધ કરવામાં આવ્‍યો હતો. રાજ્‍યના મુખ્‍યમંત્રી દ્વારા આંતરરાષ્‍ટ્રીય સ્‍તર પર વાઈબ્રન્‍ટ સમિટની થઈ રહેલી પ્રચાર પ્રસારની કામગીરીને પણ આ બેઠકમાં સાંકળી લેવાની સાથે ૧૦-૧૧-૧૨ જાન્‍યુઆરી-૨૦૨૨ દરમ્યાન યોજાનારા વાઇબ્રન્‍ટ ગુજરાતના વિવિધ કાર્યક્રમો અંગે વિસ્‍તૃત માહિતી રજૂ કરવામાં આવી હતી. આ બેઠકમાં ગુજરાત સરકારની ૨૦થી વધુ સેકટર સ્‍પેસીફિક સહાય પોલિસીઓ જેવી કે, ઔદ્યોગિક નીતિ-૨૦૨૦, ગારમેન્‍ટ અને એપરલ પોલિસી, ઈલેકટ્રીકલ વ્‍હીકલ પોલિસી ઇન્‍ટીગ્રેટેડ લોજીસ્‍ટીક્‍સ અને લોજીસ્‍ટીક પાર્ક પોલિસી, સોલાર પોલિસી એગ્રો-બિઝનેસ પોલિસી પોલિસી, એરોસ્‍પેસ અને ડિફેન્‍સ પોલિસી વિશે વિગતવાર જાણકારી આપવામાં આવી હતી.

Next Story