વલસાડ: સાંસદ ધવલ પટેલે વાપી રેલવે સ્ટેશનની લીધી મુલાકાત, ટ્રાફિકના પ્રશ્નો બાબતે કરાય ચર્ચા

વલસાડના સાંસદ ધવલ પટેલે વાપી રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી. રેલવે સ્ટેશનની બહાર ટ્રાફિકની સમસ્યા મામલે સાંસદે મુલાકાત લઈ ચિતાર મેળવ્યો હતો.

New Update
  • વલસાડના સાંસદ ધવલ પટેલ પહોંચ્યા મુલાકાતે

  • વાપી રેલવે સ્ટેશનની લીધી મુલાકાત

  • ટ્રાફિકના પ્રશ્નો બાબતે કરી મુલાકાત

  • રીક્ષાચાલકો સાથે કરી વાતચીત

  • ટ્રાફિકના પ્રશ્નોમુ નિરાકરણ લાવવા કરાશે પ્રયાસ

Advertisment
વલસાડના સાંસદ ધવલ પટેલે વાપી રેલવે સ્ટેશનની મુલાકાત લઇ ટ્રાફિકના પ્રશ્નો બાબતે ચર્ચા વિચારણા કરી હતી

વલસાડના સાંસદ ધવલ પટેલે વાપી રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી. રેલવે સ્ટેશનની બહાર ટ્રાફિકની સમસ્યા મામલે સાંસદે મુલાકાત લઈ ચિતાર મેળવ્યો હતો. રેલ્વે સ્ટેશન બહાર પાર્કિંગના અભાવના કારણે ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે. રેલવે પરિસરમાં સીટી બસને પણ પાર્ક કરવા દેવામાં આવતી નથી ત્યારે રેલવે પરિસરમાંથી જ મુસાફરોને પીકઅપ અને ડ્રોપ કરી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરવા માટે પ્રયાસ કરવામાં આવશે. સ્થાનિક રિક્ષાચાલકો સાથે સાંસદ ધવલ પટેલે વાતચીત કરી સમસ્યા અંગે માહિતી મેળવી હતી. રેલવે વિભાગમાં સંકલન કરી ટ્રાફિકની સમસ્યા હલ કરવા સાંસદ દ્વારા પ્રયાસ કરાશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું.પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્ર સાથે ટ્રાફિકની સમસ્યાના સમાધાન માટે પ્રયાસ કરવાની સાંસદે તૈયારી બતાવી હતી

Advertisment
Latest Stories