વલસાડ : "પૂર્ણા દિવસ"ની ઉત્સાહભેર ઉજવણી કરાય
કિશોરીઓ માટે ઈનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો.

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ટીવી ચેનલ વંદે ગુજરાત ઉપર ''હું અને મારું પોષણ" વિષય ઉપર સેટકોમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ''માંદગી અને કુપોષણ" તેમજ ''સ્વ્સ્થવ શરીર અને પોષણ" એવા 2 ભાગમાં કિશોરીઓને રમત રમાડવામાં આવી હતી. કિશોરીઓએ પોતે કેવો અને ક્યાો પ્રકારનો ખોરાક લેવો જોઈએ તે સેટકોમ દ્વારા સમજાવવામાં આવ્યુંક હતું.
આ ઉપરાંત પૂર્ણા યોજના અંતર્ગત વલસાડ જિલ્લાની તમામ આંગણવાડીમાં 11થી 18 વર્ષની કિશોરીઓ માટે પૂર્ણા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં એચ.બી. ક્વિણનની યોજાયેલી હરીફાઈમાં જિલ્લાની 31701 કિશોરીઓએ ભાગ લીધો હતો. આંગણવાડી દીઠ જે કિશોરીઓનું હિમોગ્લોહબીન સારું હોય તેમને પ્રથમ, દ્વિતીય તૃતીય નંબર આપી ઇનામનું વિતરણ કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા આંગણવાડીમાં આપવામાં આવેલી પૂર્ણા કીટના માધ્યંમથી દરેક આંગણવાડી કાર્યકર દ્વારા કિશોરીઓને આરોગ્યી પોષણ અને સ્વમચ્છતા વિશે પરામર્શ કરવામાં આવ્યાક હતા.
જિલ્લાના પ્રોગ્રામ ઓફિસર પૂર્ણા કન્સલ્ટ ન્ટા, ઘટક કચેરીના બાળ વિકાસ યોજના અધિકારી, મુખ્યા સેવિકા, જિલ્લા અને ઘટક કચેરીના પોષણ અભિયાન સ્ટા ફ દ્વારા આંગણવાડી કેન્દ્રરની મુલાકાત લઈ કિશોરીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આમ જિલ્લાના તમામ આંગણવાડી કાર્યકરો તથા તેડાગર બહેનોએ સાચા અર્થમાં પૂર્ણા દિવસને સફળ બનાવ્યોઆ હોવાનું સંકલિત બાળ વિકાસ યોજનાના પ્રોગ્રામ ઓફિસર દ્વારા જણાવાયું છે.