વલસાડ : સસ્તા ભાવે જમીન આપવાનું કહી કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર સુરતનો ઠગબાજ ઝડપાયો...

વલસાડના પરિવારને સસ્તા ભાવમાં જમીન આપવાનું કહી ઠગાઈ કરનાર સુરતના શખ્સને નેપાલ બોર્ડરથી ભરૂચ પરત ફરતી વેળા વલસાડ પોલીસે દાહોદ ખાતેથી ઝડપી પાડ્યો હતો.

New Update
Advertisment

વલસાડના પરિવાર સાથે થઈ કરોડો રૂપિયાની છેતરપિંડી

Advertisment

સસ્તા ભાવે જમીન આપવાનું કહી ઠગબાજની છેતરપિંડી

સુરતના ઠગબાજ શખ્સને દાહોદ ખાતેથી ઝડપી લેવાયો

નેપાલ બોર્ડરથી ભરૂચ પરત ફરતી વેળા ધરપકડ કરાય

વલસાડ સીટી પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી

વલસાડના પરિવારને સસ્તા ભાવમાં જમીન આપવાનું કહી ઠગાઈ કરનાર સુરતના શખ્સને નેપાલ બોર્ડરથી ભરૂચ પરત ફરતી વેળા વલસાડ પોલીસે દાહોદ ખાતેથી ઝડપી પાડ્યો હતો.

મળતી માહિતી અનુસારવલસાડના નાના તાઈવાડ મસ્જિદ પાસે રહેતા અને બેચર રોડ પર આવેલી ઓરચીડ હોસ્પિટલ બિલ્ડીંગમાં સીએ ફર્મ ચલાવતા મોહમ્મદ સહદ અબ્દુલ લતીફ કરૂની પેઢીમાં વલસાડના ઘાંચીવાડમાં ઘર જમાઈ તરીકે રહેતા મૂળ સુરત-ઓલપાડ તાલુકાના ઓરમા ગામના મોટા ફળિયામાં રહેતા મોહમ્મદ ઝમીર હાજી શેખએ વર્ષ 2022 સુધી ઇન્કમટેક્સની ફાઈલનું કામકાજ કરાવ્યું હોવાથી ઓળખાણ હતી. આ દરમિયાન મોહમ્મદ ઝમીર શૈખ સીએ ફર્મ ચલાવતા મોહમ્મદ સહદ કરૂને તેમના બચતના નાણા જમીનમાં રોકવાની સલાહ આપી તેમની માલિકીની ઓલપાડ અને ઓરમાં ગામે આવેલી જમીન સસ્તા ભાવે વેચવાની હોવાનું જણાવ્યું હતુંજે બાદ સીએ ફર્મ ચલાવતા બંધુઓને બતાવવામાં આવેલ જમીન પંસદ પડતા તેઓએ દસ્તાવેજો માંગ્યા હતા.

Advertisment

આ સમયે મોહમ્મદ ઝમીર શૈખએ તેના પિતા સહિતના સંબંધીઓના નામે ચાલી આવેલી ગામની જમીનના કાગળો બતાવી દસ્તાવેજ બનાવી આપવાની ખાતરી આપી હતી. જે બાદ આરોપીએ તેની જમીન 10 કરોડની કિંમતની છેતે અડધી કિંમતમાં વેચવાની તૈયારી દર્શાવતા બન્ને જમીનનો શોદો રૂ. 4.72 કરોડમાં નક્કી કર્યો હતો. જે પેટે આરોપી દ્વારા રૂ. 2.36 કરોડ ચૂકવી દેવામાં આવ્યા હતા. જે બાદ ક્રિપ્ટો કરન્સીના નફામાં પણ મોટી લાલચ આપી 40% ભાગ આપી રોકડા 20 લાખ રૂપિયા પડાવી લીધા હતા. જે બાદ જમીનના સોદાની શરત મુજબ આપવાનું કહેતા મોહમ્મદ ઝમીર શેખે યોગ્ય ઉત્તર આપ્યો નહોતો. જે બાદ આરોપી દ્વારા દસ્તાવેજ પણ ન કરી આપવામાં આવતા અને પૈસા પણ પરત ન આપતા આખરે વલસાડ સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ બાદ ઝમીર શેખ દુબઈ ભાગી ગયો હતોત્યાંથી તે ઈરાન અને ઈરાનથી નેપાળ આવ્યો હતો. જેના પર પોલીસે સતત વોચ ગોઠવી હતી. જે નેપાળ ઉતર્યો અને ભારતમાં પ્રવેશ્યો હતો. જોકેઆરોપી ભરૂચ પહોંચે તે પહેલા જ વલસાડ પોલીસે દાહોદ નજીકથી ટ્રેનમાંથી ઝડપી લેવામાં આવ્યો હતોત્યારે હાલ તો વલસાડ સીટી પોલીસ દ્વારા આરોપીની પ્રાથમિક પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

 

Latest Stories