Connect Gujarat
ગુજરાત

વલસાડ : મોરારી બાપુના હસ્તે ધરમપુરના ભગવતાચાર્ય શરદ વ્યાસને "વ્યાસ એવૉર્ડ" અર્પણ કરાયો

વલસાડ : મોરારી બાપુના હસ્તે ધરમપુરના ભગવતાચાર્ય શરદ વ્યાસને વ્યાસ એવૉર્ડ અર્પણ કરાયો
X

પૂ. મોરારીબાપુ દ્વારા દર વર્ષે રામચરિત માનસ શ્રીમદ ભાગવતજી તથા વાલ્મિકી રામાયણના વિદ્વાનો અને આ ક્ષેત્રમાં સેવા પ્રદાન કરનાર સંસ્થાઓની વિશિષ્ટ રીતે વંદના કરવા તુલસી એવોર્ડ, વ્યાસ અને વાલ્મિકી એવોર્ડ અર્પણ કરવામાં આવે છે. જેમાં વલસાડ જિલ્લાના ધરમપુરના ભગવતાચાર્ય શરદ વ્યાસને પણ "વ્યાસ એવોર્ડ"થી નવાજવામાં આવતા ધરમપુર અને આસપાસના પંથકમાં ખુશીની લાગણી ફરી વળી હતી.

આ એવોર્ડ સમારંભમાં મોરારીબાપુએ જણાવ્યું કે, આ ત્રિભુવન ગ્રંથનું જે વિદ્વાનો પોતાના મુખથી ગાયન કરી રહ્યાં છે તે બધાં જ મહંતજનોની પાદુકા અભિષેક કરવાનું ખૂબ ગમે છે. આ એવોર્ડ ઉપક્રમ તે માત્ર એક કડીરૂપ માધ્યમ છે. પરંતુ વાસ્તવમાં આપ સૌની વંદના અંદરથી ઊર્જાના ભાવો પ્રગટ કરે છે. શાયરી તો સિર્ફ બહાના હૈ અસલી મકસદ તો આપકો રીજાના હૈ તલગાજરડા ઇચ્છે છે કે, આ ભૂમિ પર આ ઉપક્રમ સતત પ્રજવલિત રહે. શરદ વ્યાસે એવોર્ડ મળ્યા પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે, આ સન્માન દીર્ઘકાલીન ભાગવતજીની સેવા અને પૂજ્ય મોરારીબાપુની પ્રેમસભર લાગણીનુ પરિણામ છે. મારા આ એવોર્ડનો સંપૂર્ણ શ્રેય ભગવાન વેદ વ્યાસજીને જાય છે.

Next Story
Share it