ગુજરાત રાજ્યમાં ભુપેન્દ્ર પટેલની નવી સરકાર બન્યા બાદ ઝડપથી વિવિધ પ્રકારના નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે, ત્યારે બીજી તરફ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારમાં લેવાયેલા નિર્ણયોની સમીક્ષા કરવાની સૂચના અધિકારીઓને આપવામાં આવી છે.
સમગ્ર રાજ્યમાં જે યોજના નવી અને લોકભાગ્ય હશે તો તેને આગળ ધપાવવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા અધિકારીઓને સમીક્ષા કરવા અંગે જણાવ્યુ છે. આ સાથે જ બિનજરૂરી યોજનાઓ હશે તેને પડતી મુકી દેવામાં આવશે. જોકે, કેન્દ્ર સાથે સંલગ્ન હશે તેવી યોજનાઓ અને પ્રોજેક્ટ્સને પ્રાથમિકતા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. ઉપરાંત ચાલુ વર્ષે જ બનાવવામાં આવેલી ઇલેક્ટ્રોનિક વાહનોની પોલિસીની પણ સમીક્ષા કરાય તેવી સંભાવના છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકાર રાજ્યમાં વિવિધ વિભાગોની નવી 5 પોલિસીઓ લાવી રહી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.