Connect Gujarat
ગુજરાત

ચિખલીની પ્રાથમિક શાળામાં જર્જરિત ઓરડાઓને પગલે ગ્રામજનોએ અનોખી રીતે ગીત ગાઈ વિરોધ નોંધાવ્યો

ચિખલીની પ્રાથમિક શાળામાં જર્જરિત ઓરડાઓને પગલે ગ્રામજનોએ અનોખી રીતે ગીત ગાઈ વિરોધ નોંધાવ્યો
X

નવસારી જિલ્લાના ચીખલીના સાદડવેલ ગામની સોનારીયા પ્રાથમિક શાળામાં જર્જરિત ઓરડાનું ડિમોલિશન કરાયા બાદ નવા ઓરડાની મંજૂરી નહીં આવતા સરપંચ સહિત ગ્રામજનોએ પ્રવેશોત્સવ બહિષ્કારની ચીમકી આપી હતી. જેને પગલે સરપંચ અને ગ્રામજનોએ શાળા પ્રવેશોત્સવ દરમિયાન "અમે કાગળીયા લખી થાક્યા ઉનાળાના ચાર ચાર મહિના ગયા છતાં નવા ઓરડા નથી આવ્યાં, સરકાર વાત માનતી નથી." ગીત ગાઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

સાદડવેલ ગામની સોનારીયા પ્રાથમિક શાળામાં 127 જેટલા વિદ્યાર્થી અભ્યાસ કરે છે. શાળાના જર્જરિત ઓરડાનું ફેબ્રુઆરી માસમાં ડિમોલિશન કરાયા બાદ નવા ઓરડાની મંજૂરી આવી ન હતી. જેની સરપંચ સહિત ગ્રામજનો દ્વારા જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી શાળા પ્રવેશોત્સવના બહિષ્કારની ચીમકી આપી હતી. શાળામાં એસએસએના ત્રણ ઓરડા હાલ છે, જેમાં પણ ચોમાસામાં પાણી ટપકવા સાથે જર્જરિત બની રહ્યાં છે.આ દરમિયાન સોનારીયા અને કુંભાર ફળિયાની પ્રાથમિક શાળામાં શુક્રવારે નાયબ ડીડીઓ સહિતનાની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવનો બહિષ્કાર કરવાની લેખિત રજૂઆતને તંત્ર દ્વારા ધરાર અવગણના કરાતા સોનારીયા પ્રાથમિક શાળા પાસે સરપંચ વૈશાલીબેન, આગેવાન પંકજભાઈ સહિતના ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્ર થઈ "અમે કાગળીયા લખી થાક્યાં, ઉનાળાના ચાર ચાર મહિના ગયા છતાં નવા ઓરડા નથી આવ્યા, સરકાર વાત માનતી નથી" ગીત ગાઈને વિરોધ પ્રદર્શન કરી નવા ઓરડાની માંગ કરવામાં આવી હતી. આ સાથે માંગણી નહીં સંતોષાય તો ગામની તમામ શાળાઓને તાળા મારી બાળકોને ઘરે ભણાવાની ચીમકી આપવામાં આવી હતી.

Next Story