Connect Gujarat

રોડ અકસ્માતો અટકાવવા માટે એક્શન પ્લાન તૈયાર કરાયો.

રોડ અકસ્માતો અટકાવવા માટે એક્શન પ્લાન તૈયાર કરાયો.
X

વર્ષ ૨૦૧૨ થી ૨૦૧૪ દરમિયાન માર્ગ અકસ્માતમાં મોતનાં આંકડા પણ જારી કરાયા.

દેશભરમાં ઝડપી પરિવહનને ધ્યાનમાં રાખી રાષ્ટ્રીય ધોરીમાર્ગો તેમજ એક્સપ્રેસ વે ને માળખાગત સુવિધાઓથી બનાવવામાં આવ્યા છે, પરંતુ રસ્તા સારા થઈ ગયા બાદ અકસ્માતમાં પણ ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે.

જો કે નેશનલ હાઈવે અને એકસપ્રેસ વે નાં ડેવલોપમેન્ટ સાથે માર્ગ અકસ્માતો પર અંકુશ લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એકશન પ્લાન બનાવવામાં આવ્યો છે. તાજેતરમાં રાજ્યસભામાં રાજયકક્ષાના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે શિપિંગ મંત્રાલયનાં મંત્રી રાધાકૃષ્ણએ આ અંગેની રજુઆત કરી હતી.

download

જેમાં તેઓએ વર્ષ ૨૦૧૨ થી ૨૦૧૪ દરમ્યાન નેશનલ હાઈવે તેમજ એકસપ્રેસ વે પર થયેલા અકસ્માતોની સંખ્યા અને તેમાં મૃત્યુ પામનાર વ્યક્તિઓની સંખ્યા પણ દર્શાવી હતી, વર્ષ ૨૦૧૨માં ૧,૪૨,૬૯૪ માર્ગ અકસ્માતોમાં ૪૨,૪૧૮ નિર્દોષોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે વર્ષ ૨૦૧૩ માં ૧,૩૬,૭૮૬ અકસ્માતોમાં ૩૯,૮૨૯ તેમજ ૨૦૧૪માં ૧,૩૭,૯૦૩ માર્ગ અકસ્માતમાં ૪૨,૦૪૯ લોકો માર્ગ અકસ્માતથી કરૂણ મોતને ભેટ્યા હતા.

માર્ગ અકસ્માતો પર અંકુશ લાવવા માટે માર્ગ સલામતી, પ્રોત્સાહન, પરિવહન એપ્લીકેશન, રોડ ઈન્ફ્રાસ્ટ્રકચર, ઉપરાંત રાજય રોડ સેફ્ટી કાઉન્સિલ અને જીલ્લા રોડ સેફટી સમિતિઓ સ્થાપવા તમામ રાજ્યો અને કેન્દ્ર શાસીત પ્રદેશોને સુચનાઓ આપવામાં આવી છે. વધુમાં નેશનલ હાઈવે ઓથોરિટીને ૫૦ કિ.મીનાં અંતરે એમ્બ્યુલન્સ પુરી પાડવામાં આવી છે, તો સાથે – સાથે પાયલોટ પ્રોજેકટ અંતર્ગત ગુરગાંવ, જયપુર, વડોદરા, મુંબઈ ને.હા.નં.-૮ તથા રાંચી, રેગાંવ, મહુલીયા ને.હા.નં – ૩૩ પર સર્જાતા અકસ્માતોમાં ઈજાગ્રસ્ત લોકોને કેશ લેસ સારવાર આપવા માટેની યોજના ઘડવામાં આવી હોવાનું મંત્રાલયનાં સુત્રો દ્વારા જાણવા મળ્યુ છે.

Next Story
Share it