હોળી પર્વ નિમિતે અમદાવાદ થી પટના સ્પેશિયલ ટ્રેન દોડાવાશે.

વેસ્ટર્ન રેલવેનાં સુત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ અમદાવાદથી પટના વચ્ચે હોળી પર્વ નિમિતે વીકલી ટ્રેન દોડાવાનું આયોજન કરવામાં આવ્યુ છે. જે સેવા ૧૮ માર્ચ થી ૨૭ માર્ચ દરમિયાન યાત્રીઓ માટે ઉપલબ્ધ રહેશે.
ટ્રેન નંબર 09411 અમદાવાદ - પટના સ્પેશિયલ ટ્રેન શુક્રવાર, 18/03/16 અને 25/03/16 પર 23,20 કલાકે અમદાવાદથી ઉપડી, 10.00 કલાકે પટના સુધી પહોંચવા ત્રીજા દિવસે એટલે કે રવિવારે થશે.
વળતી દિશામાં ટ્રેન નં 09412 પટણામાં - અમદાવાદ વિશેષ ટ્રેન પટના થી 12.15 કલાકે રવિવાર, 20/03/16 અને 27/03/16 પર રવાના 19.30 કલાકે બીજા દિવસે અમદાવાદ પહોંચશે.
જેમાં નડિયાદ, ગોધરા, દાહોદ, રતલામ, નાગડા, કોટા, સવાઈ માધુપુર, ગંગાપુર સીટી, આગરા ફોર્ટ, ટુંડલા, કાનપુર સેન્ટ્રલ, અલાહાબાદ, મુઘલ સરાઈ, બુક્ષર, એરા અને દાણાપુર સ્ટેશને બંને ટ્રેનો સ્ટોપેજ લેશે.
આ ટ્રેનોમાં એસી ૨ ટાયર, એસી ૩ ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસીસ કાચીસની સુવિધા હશે. ટ્રેન નંબર ૦૯૪૧૧ માટે બુકીંગ ૧૭મી માર્ચથી શરૂ થઈ ગયુ હોવાનું વેસ્ટર્ન રેલવે વિભાગ દ્વારા જાણવા મળી રહ્યુ છે.
હોળી પર્વ નિમિતે ગુજરાતમાં રોજી રોટી મેળવતા ઉત્તર ભારતીયો પોતાનાં માદરે વતન રંગોત્સવની ઉજવણી માટે જતા હોય છે, ત્યારે વેસ્ટર્ન રેલવે દ્વારા હોળી પર્વમાં સ્પેશયલ ટ્રેન દોડાવામાં આવતા યાત્રીઓ માટે ટ્રેનની મુસાફરી સગવડ ભરી રહેશે.